Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

અમદાવાદમાં નિકોલ ખાતે હાર્દિક પટેલની સભામાં ધમાલ : ચાલુ સભાએ છુટ્ટાહાથની મારામારી :ખુરશીઓ ફેંકાઈ

અલ્પેશ કથિરિયાના સમર્થકો હાથમાં પોસ્ટર લઇને નારેનાજી કરી ધસી આવ્યા

અમદાવાદમાં હાર્દિક પટેલની સભામાં ધમાલ મચી હતી નિકોલ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલના સમર્થનમાં  ચૂંટણી સભા યોજી રહેલા હાર્દિક પટેલની સભામાં મારામારી સર્જાઇ હતી. ચાલુ સભા દરમિયાન કેટલાક લોકો નારા લગાવતા ધસી આવ્યા હતા. ત્યારબાદ સભામાં હાજર લોકો સાથે વિરોધ કરી રહેલા લોકો સાથે માથાકૂટ થઇ હતી. બાદમાં મામલો મામલો બિચક્યો હતો અને બંને જૂથ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી સર્જાઇ હતી.

    જાણવા મળ્યા મુજબ હાર્દિક પટેલની સભા ચાલુ હતી ત્યારે અલ્પેશ કથિરિયાના સમર્થકો હાથમાં પોસ્ટર લઇને નારેનાજી કરી ધસી આવ્યા હતા. દરમિયાન સભામાં હાજર હાર્દિક પટેલના સમર્થકોએ વિરોધ કરી રહેલા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બંને જૂથ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી સર્જાઇ હતી.એક બીજા જૂથ પર ખુરશીઓ ફેંકવામાં આવી હતી.

(10:53 pm IST)