News of Saturday, 21st April 2018

વિદ્યાર્થીની સાથે અમદાવાદની કનોરિયા ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર આશિષ સરકારે કર્યા શારીરિક અડપલા : પોલીસે પ્રોફેસરનો ઝડપી લીધો

અમદાવાદના અતિ પોસ વિસ્તારમાં આવેલી એક કોલેજના પ્રોફેસરે પોતાની સ્ટુડન્ટ સાથે શારીરિક અડપલાં કરતા કોલેજની યુવતીઓમાં રોષ ની લાગણી ફાટી નીકળી છે, અને અંગે યુવતીઓએ કોલેજની મહિલા સંચાલક ને પણ જાણ કરી હતી પણ મહિલા હોવા છતાં તેમને કોઈ યુવતીની ફરિયાદ સાંભળી નહીં અને હદ તો ત્યારે થઈ કે મહિલા સંચાલકે યુવતીઓને ધમકીઓ આપી હતી.

એચ એલ કોલેજ પાસે આવેલી કનોરિયા ઇન્સ્ટિયુટમાં ઓઈલ પેન્ટર તરીકે ફરજ બજાવતા આશિષ સરકારે ગત બે દિવસ અગાઉ તેમની વિધાર્થીનીને પોતાના ચેમ્બરમાં બોલાવી હતી અને દરવાઝો બંધ કરી દીધો હતો અને યુવતીને પોતાના બાજુમાં બેસાડી તેને પેહલા તો હાથ પકડી બાદમાં તેના શરીરના બીજા અંગો સાથે અડપલાં કર્યા હતા. જેથી યુવતી વાતનો વિરોધ કરી ત્યાંથી નાશી ગઈ હતી અને કોલેજના સંચાલકોને જાણ કરી હતી પણ યુવતીની ફરિયાદ સાંભળવા ને બદલે તેને ધમકાવી હતી.

એચ. એલ. કોલેજમાં પ્રોફેસર આશિષ સરકારે વિદ્યાર્થિનીની શારીરિક છેડતી કરી હતી. જે બાદ વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરતા તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પ્રોફેસરનો ઝડપ્યો હતો. અગાઉ પણ પ્રોફેસરે બે અન્ય વિદ્યાર્થીનિઓની છેડતી કરી હતી

(11:48 pm IST)
  • કોંગ્રેસના ગઢ કહેવાતા ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શનિવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની રેલીમાં મંચ પર લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ગાયબ હતી, જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ રેલીને પરિવર્તન રેલીનું નામ આપવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તો તેમણે પોસ્ટરમાંથી વડાપ્રધાન મોદીની તસવીર ગાયબ હોવાની વાત પર એવું કહેતા વધુ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો કે, આ એક માનવીય ભૂલ છે. તેનો બીજો કોઈ અર્થ કાઢી ન શકાય. access_time 11:42 pm IST

  • આંખોના ઇશારે રાતોરાત ‘નેશનલ ક્રશ' બનેલી પ્રિયા પ્રકાશ વારિયરનો વધુ એક વીડિયો ઇન્ટરનેટ પર ફરતો થયો છે. આ વીડિયોમાં પ્રિયા પ્રકાશ મેકઅપ રૂમમાં આંખોનો સ્મોકી મેકઅપ સાથે હેરસ્ટાઇલિસ્ટ પાસે વાળ સેટ કરાવી રહી છે. આ સમયે તેણે ફરીવાર પોતાની નૈન કટારી ચલાવીને સૌને ઘાયલ કર્યા છે. આ વીડિયોને 20 કલાક પણ નથી થયા અને એટલામાં તો દોઢ લાખથી વધુ લોકો તેને લાઇક કરી ચૂક્યા છે. access_time 1:15 am IST

  • નરોડા પાટિયા કેસ મામલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. કોર્ટે માયા કોડનાનીને પુરાવાના અભાવે દોષ મુક્ત જાહેર કર્યા. હતા જો કે કોર્ટના આ ચુકાદાને લીધે સ્થાનિકોએ ઉગ્ર ભાષામાં વિરોધ કરતાં નિવેદનો આપ્યા હતા. એક સ્થાનિક મહિલાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, તેમણે અમારી આંખ સામે અમારા પરિવારના 8 લોકોને રહેંસી નંખાયા હતા. access_time 1:14 am IST