Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સુરતના ચકચારી 12 કરોડના બિટકોઇન મામલે ત્રણ આરોપીઓની જામીન અરજીમાં અમદાવાદ શન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

બીટકોઈન મામલે ઝડપાયેલા ત્રણ આરોપીઓ તરફથી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જામીન અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બીટકોઇનમાં તેમનો કોઇ રોલ નથી અને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. જેથી જામીન મળવા જોઇએ. મામલે સરકાર તરફથી રજુઆત કરવામાં આવી હતી કે આરોપીઓને જામીન મંજુર કરવામાં આવે તો આરોપીઓ પુરાવાની સાથે ચેડા કરી શકે છે. જેથી જામીન મંજુર કરવા જોઇએ.

બંને પક્ષોની દલીલો સાંભળી સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. તો બીજી તરફ તપાસ અધિકારી દ્વારા આરોપી કેતન પટેલના વધુ 5 દિવસના રીમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેથી કોર્ટે એક દિવસના રિમાન્ડની મંજુરી આપી હતી. અમરેલીના પીઆઇ અનંત પટેલની ધરપકડ બાદ અનંત પટેલે તેનો મોબાઇલ કેતન પટેલ પાસે હોવાનું જણાવ્યું હતુ. જોકે કેતન પટેલે મોબાઇલ અનંત પટેલના માણસો લઇ ગયા હોવાનું પોલીસ તપાસમાં લખાવ્યું હતું. બંનેની પૂછપરછમાં વિરોધાભાસ થતા તપાસ અધિકારીએ રીમાન્ડની માંગ કરી હતી. ઉલેખનીય છે કે ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે 12 કરોડના બિટકોઇન મામલે ગુનો નોંધ્યા બાદ અમરેલીના બે કોન્સ્ટેબલ અને એક વકીલની ધરપકડ કરી હતી.

(11:43 pm IST)