Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સિક્યોરિટી ગાર્ડ દ્વારા ચાર વર્ષની બાળકી સાથે અડપલાં

શ્યામલ ચાર રસ્તા પાસે સાગર એપાર્ટમેન્ટનો બનાવઃ આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કરી :ચોકલેટની લાલચ આપી બાળકીના ગુપ્તાંગે હાથ ફેરવી અડપલાં કર્યા

અમદાવાદ,તા. ૨૧: દેશ અને રાજ્યમાં દિવસેને દિવસે છેડતી તથા દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. તેમાં પણ અમદાવાદમાં તો દરરોજ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજે શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સાગર એપાર્ટમેન્ટમાં ખુદ નેપાળી સિકયોરીટી ગાર્ડ દ્વારા જ માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી સાથે અડપલાં કરવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બાળકીના પિતા દ્વારા આરોપી સીકયોરીટી ગાર્ડ વિરૃધ્ધ આનંદનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી સીકયોરીટી ગાર્ડ દિલીપ દલબહાદુર બીકેની ધરપકડ કરી લીધી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સાગર એપાર્ટમેન્ટમાં દિલીપ દલબહાદુર બીકે(ઉ.વ.૩૯) સીકયોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને એપાર્ટમેન્ટમાં જ આવેલી ઓરડીમાં રહે છે. ગઇકાલે સાંજે આ એપાર્ટમેન્ટમાં જ રહેતી એક ચાર વર્ષની બાળકી ફલેટની નીચે રમવા આવી ત્યારે આરોપી સીકયોરીટી ગાર્ડે તેણીને ચોકલેટ આપવાની લાલચ આપી તેને તેડીને સી બ્લોકના પાર્કિંગમાં લઇ ગયો હતો. જયાં આરોપી સીકયોરીડી ગાર્ડ દિલીપે બાળકીના ગુપ્ત ભાગે હાથ ફેરવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેથી બાળકી ગભરાઇને રડવા લાગી હતી અને તેથી ગભરાઇ ગયેલા સીકયોરીડી ગાર્ડે તેને છોડી મૂકી હતી, જેથી તેણી રડતાં રડતાં ઘેર ગઇ હતી.  બાળકીના માતા-પિતાએ સમગ્ર ઘટના વિશે પૂછતાં તેણીએ સીકયોરીટી ગાર્ડની હરકત વર્ણવી હતી. બાળકીએ ઇશારાથી સીકયોરીટી ગાર્ડને બતાવ્યો હતો. જેથી વાલી તેણીની વાત સમજી ગયા હતા. બાળકીના પિતાએ આખરે આનંદનગર પોલીસમથકમાં આરોપી સીકયોરીટી ગાર્ડ દિલીપ દલબહાદુર વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી સીકયોરીટી ગાર્ડની ધરપકડ કરી તેની વિરૃધ્ધ જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મૂળ નેપાળનો વતની હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક રહીશોએ આરોપી સીકયોરીટી ગાર્ડ પર ફિટકાર વરસાવવામાં આવ્યો હતો.

(9:30 pm IST)