Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સોજીત્રામાં અગમ્ય કારણોસર પુળીયાની ધોઇમાં આગ ભભુકતા અફડાતફડી

સોજીત્રા:માં ટેલિફોન ઓફિસ પાછળ આવેલા એક તબેલાના પૂળિયાની ધોઇમાં અચાનક આગ ભભૂકી હતી. પવનના કારણે આગે વરવું સ્વરૂપ ધારણ કરતી પૂળિયા ભસ્મીભૂત થયા હતા. જો કે આગ બૂઝાવવામાં સોજીત્રા ઉપરાંત આણંદ અને પેટલાદના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી.

 

આણંદ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. બળબળતા તાપના કારણે માનવી સહિત પશુ, પંખી પણ ત્રસ્ત બની રહ્યા છે. સતત તાપના કારણે હાલમાં જ ડાંગરમાંથી નીકળતા પૂળિયાની ધોઇ બનાવવામાં આવે છે. સોજીત્રામાં ટેલિફોન ઓફિસની પાછળના ભાગમા ઇમ્તીયાઝભાઇ વ્હોરાના તબેલામાં પૂળિયાની બનાવેલ ધોઇમાં સવારે ૧૦.૩૦ કલાકના સુમારે એકાએક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. પૂળાની ઘોઈમાં ઘુમાડાના ગોટા નીકળતા આગ લાગી હોવાની ચર્ચા સમગ્ર નગરમાં વાયુવેગે ફેલાઈ જતા નગરજનોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ પશુપાલક યુસુફભાઈ વ્હોરાને કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પવનના કારણે આગે વરવું સ્વરૂપ પકડતા જોતજોતામાં આગે લબકારા મારતી અગનજવાળાઓનું સ્વરૂપ ધારણ કર્યુ હતું.
આગને ઓલવવા સોજીત્રા બે, પેટલાદના બે અને આણંદ બે મળીને કુલ છ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો. સતત ત્રણ કલાકની જ્હેમત બાદ આગની જ્વાળાઓમાં માંડ શાંંત થવા પામી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયરબ્રિગેડ કે સોજીત્રા પોલીસ મથક દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આગની ઘટનામાં કીંમતી પૂળા બળી જતાં પશુપાલક યુસુફભાઈ વ્હોરાએ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.આ અંગે સોજીત્રા પોલીસે જાણવા જોગ નોંધ કરીને તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(6:08 pm IST)
  • કોંગ્રેસના ગઢ કહેવાતા ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શનિવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની રેલીમાં મંચ પર લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ગાયબ હતી, જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ રેલીને પરિવર્તન રેલીનું નામ આપવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તો તેમણે પોસ્ટરમાંથી વડાપ્રધાન મોદીની તસવીર ગાયબ હોવાની વાત પર એવું કહેતા વધુ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો કે, આ એક માનવીય ભૂલ છે. તેનો બીજો કોઈ અર્થ કાઢી ન શકાય. access_time 11:42 pm IST

  • રશિયા અને ચીન તરફથી વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને હવે અમેરિકા પણ ઘાતક હાઈપરસોનિક મિસાઈલ બનાવવા જઈ રહ્યું છે. આ માટે અમેરિકા અધધ 100 કરોડ ડોલરનો ખર્ચ કરવા તૈયાર છે. અમેરિકાની વાયુસેનાએ આ બાબતની જાહેરાત કરી છે. access_time 2:20 am IST

  • શત્રુઘ્ન સિન્હાની ધડબડાટી : શત્રુઘ્ન સિન્હાએ પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાની તરફેણ કરતા અને મોદી સરકાર પર વાર કરતા કહ્યું કે " યશવંત સિન્હા તો બલીદાનની મૂર્તિ છે. હું BJP નહી છોડું, પણ લાગે છે કે પાર્ટી મને છોડી દેશે. કેન્દ્ર સરકાર અલી બાબા ચાલીસ ચોર ની સરકાર છે...!" access_time 4:36 pm IST