News of Saturday, 21st April 2018

તારાપુરના મોરજ વિસ્તારમાં આવેલ દરગાહમાંથી દાનપેટીનું તાળું તોડી ચોરી કરનાર શખ્સને ક્ષણવારમાં પકડી લેવાયો

તારાપુર:તાલુકાના મોરજ ગામે આવેલ દરગાહમાંથી રાત્રીના સમયે દાન પેટીનું તાળુ તોડી દાનની રકમ સેરવી જનાર ગઠીયો દરગાહમાં મૂકાયેલા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જતા તેને ગામલોકોએ ઓળખી બતાવ્યો હતો. જેને તારાપુર પોલીસે ગણતરીના કલાકમાં ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરજ ગામે આવેલ હઝરત મુલ્લાશાહ બાવાની દરગાહમાંં ગત રાત્રીનાં એક શખ્સે પ્રવેશ કર્યો હતો. તેણે દરગાહ પરિસરમાં અંદર મૂકેલ દાન પેટીના તાળાને એક્ષો બ્લેડથી કાપીને દાન પેટીમાં છેલ્લાં એકાદ સપ્તાહથી આવેલ દાનની રકમ સેરવી લીધી હતી અને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે દરગાહ ખાતે આવેલા શ્રદ્ઘાળુઓ વેર વિખેર સામાન જોઈ દરગાહના ટ્રસ્ટી અને ગ્રામજનોને જણાવ્યું હતું. જેથી ગામના અગ્રણ્ય જહીરમીયાં શેખા અને આસિફમીયાં કાજીએ પરીસરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં દેખાયેલ વ્યક્તિ પેટલાદનો રહેવાસી હોવાનું અને તે ચોર શખ્સ આરીફસા દિવાન ઉર્ફે ચુવો હોવાનું ખુલ્યું હતું.
ગ્રામજનોએ ગણતરીના કલાકોમાં ચોરને ઓળખી બતાવ્યો હતો અને તેની પાકી ઓળખ તારાપુર પોલીસને આપી હતી. આ અંગે તારાપુર પોલીસે તેને પેટલાદથી ઝડપી પાડી તારાપુર પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું. જોકે આ અગાઉ પણ આ દરગાહમાં દાન પેટી તૂટવા પામી હતી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે, દરગાહની દાન પેટીમાં અંદાજે ૧૦ થી ૧૨ હજારની રોકડ ચોરી થયાનો અંદાજ છે. આ અંગે પકડાયેલ શખ્સે અન્ય કોઈ ચોરી કરી છે તે અંગે વધુ તપાસ હાથ ધરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(6:08 pm IST)
  • કોંગ્રેસના ગઢ કહેવાતા ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શનિવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની રેલીમાં મંચ પર લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ગાયબ હતી, જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ રેલીને પરિવર્તન રેલીનું નામ આપવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તો તેમણે પોસ્ટરમાંથી વડાપ્રધાન મોદીની તસવીર ગાયબ હોવાની વાત પર એવું કહેતા વધુ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો કે, આ એક માનવીય ભૂલ છે. તેનો બીજો કોઈ અર્થ કાઢી ન શકાય. access_time 11:42 pm IST

  • બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’માં ગુજરાતી ટ્વિસ્ટ આપવા માટે અભિનેત્રી જુહી ચાવલા અને અભિનેતા જેકી શ્રોફ તૈયાર છે. વર્ષની શરૂઆતમાં જેકી શ્રોફ ફિલ્મનો ગુજરાતી વર્જનનો હિસ્સો બન્યો હતો. જ્યારે વાસ્તવિક જીવનમાં ગુજરાતની વહુ જુહી ચાવલા પણ જેકી સાથે નજરે પડશે. આ ફિલ્મ સાથે જુહી ગુજરાતી ફિલ્મોમાં તેનો ડેબ્યુ કરશે. જુહીએ ખુલાસો કરતા કહ્યું છે કે, જેકીએ જ તેને કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ તેના રોલ પર વિચાર કરી રહ્યા છે. ફિલ્મમાં જુહી ડો. શ્રોફનું પાત્ર ભજવશે. મરાઠી વર્જનમાં આ રોલ બોમન ઈરાનીએ કર્યો છે. access_time 2:21 am IST

  • રેલવે નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર છે. કેમ કે, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ ડીમાં નોકરી મેળવવા માટે લઘુત્તમ યોગ્યતામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા નિયમોમાં ફેરફાર કરાતા કર્મચારીની પત્ની અથવા વિધવા ઉમેદવાર માટે લેવલ-1 માટે નોકરીની લઘુત્તમ લાયકાતને હટાવી દેવામાં આવી હતી. access_time 1:14 am IST