News of Saturday, 21st April 2018

નવસારી નજીક વેસ્મામાં તસ્કરોએ મકાનના તાળા તોડી ઘરેણાં સહીત પૈસાની ચોરી કરી

નવસારી:નજીકનાં વેસ્મા ગામે બે રહીશોનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃ. ૧.૧૨ લાખની મત્તાનો હાથફેરો કરી ગયા હતા. જાણભેદુનો હાથ હોવાની શંકા સાથે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે અન્ય એક રહીશનાં ઘરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

નવસારી નજીક ને.હા.નં. ૮ ઉપર આવેલા વેસ્મા ગામે અડદી ફળિયામાં રહેતા જયેશભાઇ મણીભાઇ પટેલ કડીયા કામ કરે છે. બુધવારે રાત્રે તેઓ ગામમાં ડાયરાનાં કાર્યક્રમમાં ગયા હતા. બાદમાં રાત્રે ઘરનો દરવાજો ખુલ્લો મુકી ઉંઘી ગયા હતા. દરમ્યાન કોઇ જાણભેદુ તસ્કર તેમના ઘરમાં પ્રવેશી કબાટ ખોલી સોના-ચાંદીના દાગીનામાં બુટ્ટી સાથેનો સેટ, ત્રણ નંગવીંટીઓ, બે જોડ કાનની કડી, બે નંગ પેન્ડલ, એક ચેઇનનો  ટુકડો તેમજ ચાંદીના સાંકળા બે જોડ અને ચાંદીની સાંકળી મળી  કુલ રૃ. ૬૩ હજારની મત્તાના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ત્યારબાદ આ જ ફળિયામાં રહેતા નરેન્દ્રભાઇ મગનભાઇ પટેલના ઘરને તસ્કરોએ નિશાન બનાવતા ઘરના પાછળના ભાગે આવેલી બારીમાંથી પ્રવેશ કરી બેડરૃમનાં કબાટનું લૉક ખોલી સોનાના દાગીનામાં ૩ નંગ વીંટી, બે જડ તથા ચાંદીના બે જોડ સાંકળા, ત્રણ ચાંદીના સિક્કા તેમજ રોકડા રૃ. ૧૮ હજાર મળી  કુલ રૃ. ૩૯ હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા.

(6:07 pm IST)
  • ચીફ જસ્ટીસ દિપક મિશ્રા સામે મહાભિયોગ નામંજુર થઇ શકે : પ્રસ્તાવમાં પુરાવાઓનો અભાવ : ત્રણ મુખ્ય આરોપોમાં 'આવું હોઇ શકે છે', 'આવુ થયું હશે' જેવા શબ્દોનો ઉલ્લેખ : નિષ્ણાંતો કહે છે, મહાભિયોગમાં આરોપો નિશ્ચિત હોવા જોઇએ, અગર મગર જેવા આરોપોના કારણે પ્રસ્તાવ નામંજુર થશે. access_time 11:19 am IST

  • ખેડા જીલ્લાનાં માતરમાં આવેલી સીમા ઈલક્ટ્રીક કંપનીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. જેથી રોષે ભરાયેલા કર્મચારીઓ છેલ્લા છ દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. જેમાં શનિવારના ઉપવાસ પર બેઠેલા પાંચ કર્મચારીઓની તબિયત લથડતા તેમને તાત્કાલીક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટના અંગે જાણ થતા જ મામલતદાર અને ખેડા પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કર્મચારીઓની માગણીને સાંભળી હતી. જે બાદ કર્મચારીઓ પાસે એક અઠવાડીયાનો સમય માગી તેમની સમસ્યાનું નિવારણ લાવવાની હૈયાધારણા આપી છે. access_time 2:20 am IST

  • કોંગ્રેસના ગઢ કહેવાતા ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શનિવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની રેલીમાં મંચ પર લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ગાયબ હતી, જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ રેલીને પરિવર્તન રેલીનું નામ આપવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તો તેમણે પોસ્ટરમાંથી વડાપ્રધાન મોદીની તસવીર ગાયબ હોવાની વાત પર એવું કહેતા વધુ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો કે, આ એક માનવીય ભૂલ છે. તેનો બીજો કોઈ અર્થ કાઢી ન શકાય. access_time 11:42 pm IST