Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વડોદરાના તાંદલજામાં 5 કરોડની ખંડણી વસૂલવા ફાયરિંગ કરનાર બે શખ્સ પોલીસના સકંજામાં

વડોદરા: તાંદલજામાં પાંચ મહિના પહેલા કારમાં જતા બિલ્ડર પર ફાયરિંગ થતા પગમાં ઇજા થવાના બનેલા બનાવનો ભેદ ઉકેલાતા એસઓજીએ અકોટા અને તાંદલજામાં રહેતા બે પરપ્રાંતીય લબરમૂછિયા યુવકોની ધરપકડ કરી છે. સનફાર્મા રોડ વિસ્તારના શ્રીજી બંગ્લોઝમાં રહેતા અને ચાર ભાગીદાર સાથે પ્રથમ ઉપવન પાછળ ઓએસિસ એવન્યુ નામની સાઇટ ચાલુ કરનાર જીતેન્દ્ર હરગોવિંદ અગ્રવાલ ુગઇ તા.૧૭-૧૧-૨૦૧૭ના રોજ સાંજે સાઇટ પરથી મર્સિડિઝ કારમાં ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે ઝાડી નજીક કાર પર ફાયરિંગ થતા તેમને પગમાં ઇજા થઇ હતી. ઉપરોક્ત બનાવમાં એસઓજી પોલીસને બાતમીદાર પાસેથી મળેલી માહિતીને આધારે ગુનાનો ભેદ ખૂલ્યો છે.પોલીસે ફાયરિંગ કરનાર (૧) અબ્દુલ્લાખાન એઝાઝએહમદખાન પઠાણ રહે.સોફિયો કોમ્પ્લેક્સ, સૂબેદાર કમ્પાઉન્ડ,અકોટા અને (૨) શાદાન તૈાકીર પઠાણ રહે.મહાબલીપૂરમ,તાંદલજાની ધરપકડ કરી છે.

(6:07 pm IST)