News of Saturday, 21st April 2018

સંતાનો સાથે પિયર ગયેલ પત્ની ઘરે પરત ન ફરતા પતિએ ચપ્પુના ઘા ઝીક્યાં

વડોદરા: માંજલપુરમાં રહેતા યુવકની પત્ની તેના બે સંતાનો સાથે પિયરમાં ગયા બાદ પાછી નહી આવતા આ મુદ્દે ઉશ્કેરાયેલા યુવકે તેની સાસુ સાથે ઝઘડો કરી તેની પર છરાથી હુમલો કર્યો હતો. શહેરના વડસર બ્રીજ પાસે પુષ્પક સોસાયટીમાં રહેતા કાંતીબેન દેવનારાયણ દૂબે પરિવાર સાથે રહે છે. તેમની મોટી પુત્રી રાજકુમારીનું લગ્ન માંજલપુરના તુળજાનગરમાં રહેતા રાજકુમાર રામભજન મિશ્રા સાથે થયું છે અને તેઓને સંતાનમાં બે પુત્રો છે. બે મહિના અગાઉ રાજકુમારીને પતિ સાથે ઝઘડો થતા તે બંને પુત્રો સાથે પતિનું ઘર છોડીને પિયરમાં રહે છે. દરમિયાન ગત સવારે કાંતીબેને પુત્રી અને પૈાત્રો સાથે ઘરે હતા તે સમયે તેમનો જમાઈ રાજકુમાર ઘરે ધસી આવ્યો હતો અને તેણે 'મારી પત્ની અને બંને છોકરાઓને તમે કેમ મોકલતા નથી..તેઓને મારા ઘરે મોકલી આપો' તેમ કહીને ઝઘડો કર્યો હતો અને પેન્ટમાં કમરના ભાગે છુપાવેલો નારિયેળ કાપવાનો છરો કાઢી તેણે કાંતિબેનના માથા પર વાર કર્યો હતો. જોકે તેમણે તુરંત માથા પર હાથ મુકતા તેમના હાથમાં ઈજા થઈ હતી અને તે લોહીલુહાણ થયા હતા. આ ઝઘડામાં દરમિયાનગીરી કરતાં રાજકુમારે તેની સાળી કોમલને પણ ઈજા પહોંચાડી હતી અને મારી પત્ની અને બાળકોને પાછા નહી મોકલો તો તેમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવની કાંતિબેનના પુત્રએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હુમલાખોર જમાઈની ધરપકડ કરી હતી.

(6:07 pm IST)
  • રશિયા અને ચીન તરફથી વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને હવે અમેરિકા પણ ઘાતક હાઈપરસોનિક મિસાઈલ બનાવવા જઈ રહ્યું છે. આ માટે અમેરિકા અધધ 100 કરોડ ડોલરનો ખર્ચ કરવા તૈયાર છે. અમેરિકાની વાયુસેનાએ આ બાબતની જાહેરાત કરી છે. access_time 2:20 am IST

  • આ એક ઈલેક્ટ્રોનિક કાર છે જેનુ નામ MISS R છે. આપને જાણીને નવાઈ લાગશે પણ આ કાર માત્ર 1.8 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. જેના લીધે તેને દુનિયાની સૌથી ફાટેસ્ટ કારનું બિરુદ મળી ગયુ છે. કારમાં 1 મેગાવોટ મતબલ 1341 હોર્સ પાવરની બેટરી પેક છે. તેમજ આ બેટરી અન્ય બેટરીની તુલનામાં 50 ટકા હલકી છે. કારની કિંમત 6.5 કરોડ રાખવામાં આવી છે. access_time 1:15 am IST

  • નરોડા પાટિયા કેસ મામલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. કોર્ટે માયા કોડનાનીને પુરાવાના અભાવે દોષ મુક્ત જાહેર કર્યા. હતા જો કે કોર્ટના આ ચુકાદાને લીધે સ્થાનિકોએ ઉગ્ર ભાષામાં વિરોધ કરતાં નિવેદનો આપ્યા હતા. એક સ્થાનિક મહિલાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, તેમણે અમારી આંખ સામે અમારા પરિવારના 8 લોકોને રહેંસી નંખાયા હતા. access_time 1:14 am IST