Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે 30 હજારની લાંચ લેતા સરપંચને રંગે હાથે ઝડપ્યો

ઝાલોદ:તાલુકાનાં મીરાખેડી ગામે રહેતી એક મહિલાના સરકાર દ્વારા મંજુર થયેલા કુવાના રૃા.બે લાખ મંજુર થતા મહિલાએ ગામના સરપંચનો સંપર્ક સાધતા સરપંચે મંજૂર થયેલા નાણાંનો હુકમ રદ નહી કરવા રૃા.૩૦,૦૦૦ની માંગણી કરતા મહિલાએ આ અંગે દાહોદ એ.સી.બી. ને જાણ કરતા આજરોજ એ.સી.બી.એ છટકું ગોઠવી રૃા.૩૦,૦૦૦ની લાંચ લેતા સરપંચ ઝડપાઈ ગયો હતો.

ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે રહેતી એક મહિલા કુવાના નાણાં રૃા.૨,૦૦,૦૦૦ સરકારના ૧૪મા નાણાપંચની યોજના આધારે મંજુર થયા હતા. નાણા ગામના સરપંચ રાકેશભાઇ રૃપસીંગભાઇ દેવધા દ્વારા રદ કરવા માટેના પ્રયત્નો થઇ રહ્યા હતા. આ બાબતની જાણ થતા મહિલાએ સરપંચનો સંપર્ક સાધ્યો હતો.

સરપંચે હુકમ રદ નહી કરવાના રૃા.૩૦,૦૦૦ની માંગણી કરી હતી. આ બાદ મહિલાએ દાહોદ એસીબીને આ અંગે જાણ કરતા એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ અને આજરોજ મહિલા પાસેથી મીરાખેડી ગામના સરપંચ રાકેશભાઇ રૃપસીંગભાઇ દેવધા રૃા.૩૦,૦૦૦ હજારની લાંચ લેતા રંગે એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

(6:07 pm IST)