Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

આણંદ જિલ્લાના ભાલેજમાં યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઇ જઈ બળાત્કાર ગુજારનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:જિલ્લાના ભાલેજ તાબે ઝાંખલા ગામમાં રહેતા એક યુવાને એક યુવતિને લગ્ન કરવાની લાલચ આપી મહારાષ્ટ્ર ખાતે લઈ જઈ હોટલમાં રાખી બળાત્કારને અંજામ આપ્યો હતો. આ યુવતિને પરત લાવતા તેણીએ પરીવારજનોને વાત જણાવતા યુવક પર ભાલેજ પોલીસ મથકે બળાત્કારનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. ભાલેજ તાબે ઝાંખલા ગામે રહેતો વિજય અર્જુનભાઈ ભોઈ જેને ગઈ તા. ૨૭મીના રોજ આ ગામમાં રહેતી યુવતિને લગ્નની લાલચ આપી પોતાની સાથે અપહરણ કરી ભાગી ગયો હતો.આ ઈસમે યુવતિને મહારાષ્ટ્રમાં આવેલ એક હોટલમાં રાખી તેણી પર ૧૫ દિવસ સુધી મરજી વિરુધ્ધ પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો. આ યુવતિ પર તેના ઘરે આવતા તેણીને પોતાની આપવિતી પરીવારજનોને જણાવી હતી. ત્યાર બાદ ભાલેજ પોલીસ મથકે લઈ જઈ ઉક્ત ઈસમ સામે બળાત્કારની એફઆઈઆર નોંધાવી તપાસના ચક્રો ગતિામાન કર્યા હતા.

(6:06 pm IST)