Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમીરગઢ આર.ટી.ઓ ચેકપોસ્ટ પર કારની હડફેટે ટ્રક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

અમીરગઢ:આર.ટી.ઓ. ચેકપોસ્ટ પર  ટ્રક ચાલકને કારના ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું.
ગુરુવારની મોડી રાત્રિએ ગુજરાતમાં પ્રવેશવા માટે ટેક્ષ ભરવા માટે કન્ટેનરના ચાલકે પોતાનું વાહન સાઈડમાં ઉભું રાખી ટેક્ષ ભરવા માટે ગયા હતા અને ટેક્ષ ભરી પરત ફરતા રોડ પર ગુજરાતથી રાજસ્થાન તરફ જતી કારના ચાલકે  પુરઝડપે કાર હંકારતા રોડ પર ચાલતા લિયાકતખાન પઠાણ રહે. હરિયાણાવાળાને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. 

જ્યારે અકસ્માત સર્જી ભાગી જનાર કાર ચાલકને અમીરગઢ પોલીસ દ્વારા પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા ગુનો નોંધેલ છે. જ્યારે  ચાલકની સાથે રહેલ અન્ય ટ્રક ચાલકોએ અકસ્માત કરવાનો કસુર આર.ટી.ઓ. ચેક પોસ્ટ પર બંધ લાઈટોને ગણાવ્યો હતો. તેઓ જાહેરમાં જણાવી રહ્યા હતા કે આરટીઓ ઈન્સ્પેક્ટરો અને તેઓના ફોલ્ડરીયાઓ વાહનોની એન્ટ્રી લેવા માટે અંધારપટ રાખેલ છે.

આથી  રસ્તે ચાલતા લોકો દેખાતો નથી અને આવા ગોરખધંધાઓ માટે સી.સી.ટીવી કેમેરાઓ પણ કાર્યરત ન રખાતા ટ્રક ચાલકોને ઘણીવાર અસામાજીક તત્વોના ભોગ પણ બનવું પડે છે  મરણ જનાર ઈસમની લાશને પંચનામું કર્યા બાદ પોલીસ દ્વારા અમીરગઢ સરકારી  હોસ્પિટલમાં પી.એમ. માટે મોકલવામાં આવેલ હતી.
 

(6:06 pm IST)