Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમદાવાદમાં સિક્યોરીટી ગાર્ડે બાળકીની છેડતી કરીઃ આરોપી દિલીપની શોધખોળ

અમદાવાદઃ  અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સાગર ફ્લેટમાં બાળકી સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. આ છેડતી સાગર ફ્લેટના સિક્યોરિટી ગાર્ડે જ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પરિવારજનોએ સમગ્ર મામલે આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી સિક્યોરિટી ગાર્ડ દિલીપ ફરાર થઈ ગયો છે.

જો કે આનંદ નગર પોલીસે આ સમગ્ર મામલે છેડતીનો ગુનો નોંધીને આરોપી દિલીપને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે પરિવારજનોની માગ છે કે આ આરોપી સિક્યોરિટી ગાર્ડ દિલીપ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

આમ દિવસેને દિવસે વધી રહેલી છેડતીની ઘટનાને લઈને બાળકો પર ખરાબ અસર થઈ રહી છે. આ સાથે જ યુવાઓની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે. ત્યારે પ્રજાનોની તો માત્ર એક જ માગ છે કે આ નરાધમો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ વ્યક્તિ કોઈ મહિલાની છેડતી કરતા પહેલા 100 વખત વિચાર કરે.

(5:12 pm IST)