Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમદાવાદમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ૭ બુકીઓની ધરપકડઃ ૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

અમદાવાદઃ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની ટીમે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 7 બુકીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર વિસ્તારમાં રેડ કરીને આ જુગારધામ ઝડપી પાડ્યુ હતુ. આ સાથે જ પોલીસે 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આ સટ્ટોડીયાઓ ચેન્નાઇ અને રાજસ્થાન રોયલસની મેચ પર સટ્ટો રમાડતા હતા.

કુબેરનગર વિસ્તારમાં આ ઈસમો આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. મહત્વનું છે કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી. જે દરમિયાન 7 બુકીઓ સાથે 11 મોબાઈલ, ટીવી, રોકડ અને 2 ગાડી સહિત 9.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાંથી 3 સટ્ટોડીયાઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આ સટ્ટોડિયાઓને જેલ હવાલે કરી દીધા છે.

(5:11 pm IST)