Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જો માયાબેન ઇચ્છે છે તો ફરીથી રાજકરણમાં જોડાઈ શકે. : માયાબેન માટે નીતિનભાઈ પટેલે ભાજપના દ્વાર ખોલ્યા

માયાબેન અમારા એક સમયના સાથી:તેમણે અને તેમના પરિવારે વર્ષો સુધી ખોટા આરોપો સાથે સતામણીનો ભોગ બનવું પડ્યું

 

અમદાવાદ ;નરોડા પાટિયા કેસનો આજે ચુકાદો આવ્યો છે જેમાં પૂર્વ ભાજપ નેતા માયા કોડનાની સહિત 12 લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક મુખ્ય આરોપી બાબુ બજરંગીની સજાને પણ ઘટાડીને 21 વર્ષની કરી હતી. ભાજપના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચુકદાને સત્યના જય સાથે સરખાવી કહ્યું કે, ‘અમે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આવકારીએ છીએ. માયાબેન અમારા એક સમયના સાથી હતા અને તેમણે અને તેમના પરિવારે વર્ષો સુધી ખોટા આરોપો સાથે સતામણીનો ભોગ બનવું પડ્યું છે. પરંતુ અંતે સત્યનો વિજય થયો છે. જ્યારે ન્યાયતંત્રને ગુમરાહ કરવા માગતા કોંગ્રેસને તેમનો જવાબ મળી ગયો છે.’ મીડિયા સાથે વાત કરતા નીતિન પટેલે કહ્યું કે, ‘દેશની જનતાને ગેરમાર્ગે દોરવીને યેનકેન પ્રકારે સત્તા મેળવવામાં માનતા કોંગ્રેસને જસ્ટિસ લોયા કેસ બાદ કાયદાનો બીજી હાર છે. કોંગ્રેસ સત્તા મેળવવા એટલું આંધળુ થયું છે કે લોકોનીસાથે ન્યાયતંત્રને પણ ગેરમાર્ગે દોરવાનું ચૂકતું નથી.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘જો માયાબેન ઇચ્છે છે તો તેઓ ફરીથી રાજકરણમાં જોડાઈ શકે છે.’

જ્યારે મામલે કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આરોપ મુકતા જણાવ્યું હતું કે, ‘ભાજપ ન્યાયતંત્રને પ્રભાવીત કરવાનું કામ કરી રહ્યો છે.’ તેમણે આરોપ મુક્યો કેભાજપ દ્વારા કેસના મહત્વના પૂરાવાનો નાશ કરવામાં આવ્યો છે અથવા તો સાક્ષીઓ પર દબાણ કરી ન્યાયતંત્ર સાથે રમત રમવામાં આવી છે.’ માયા કોડનાનીના નિર્દોષ છુટવા અને બજરંગ દળના બાબુ બજરંગીને સજા થવા અંગે તેમણે કહ્યું કે, ‘એકને ગોળ અને એકને ખોળની નીતિ સામે આવી રહી છે.’

(1:35 am IST)