News of Friday, 20th April 2018

ધોરણ 10ની બોર્ડની કચેરીને હવે વડોદરાથી ગાંધીનગર લઇ જવાશે

કચેરી ખસેડવાની કામગીરીને કારણે વડોદરા બોર્ડ ઓફિસ 30મી સુધી બંધ રહેશે

 

ગાંધીનગર :ધોરણ 10ની બોર્ડની કચેરીને હવે વડોદરાથી ગાંધીનગર લઇ જવાશે બોર્ડનો પરીક્ષા વિભાગ વડોદરાથી ગાંધીનગરમાં લઇ જવાશે 1લી મેંથી ધોરણ 10ને લગતાં દસ્તાવેજોની કામગીરી હવે ગાંધીનગર ખાતે થશે. ડુપ્લિકેટ પ્રમાણપત્રો, ગુણપત્રો જેવી તમામ કામગીરી ગાંધીનગરથી થશે.

   ગાંધીનગર ખાતે કચેરીનાં પ્રાંગણમાં સ્ટુડન્ટસ સર્વિસ સેન્ટર શરૂ થશે. કચેરીને વડોદરાથી ગાંધીનગર તબદીલ થવામાં 10 દીવસ લાગશે. 21થી 30 એપ્રિલ સુધીમાં કચેરીને ગાંધીનગર ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવશે. વડોદરા ખાતે બોર્ડની ઓફિસ 21થી 30 એપ્રિલ દરમિયાન હવે બંધ રહેશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની સ્થાપના બાદ બોર્ડની કચેરી વડોદરામાં યુનિ.પ્રેસની પાછળનાં ભાગે શરૂ કરવામાં આવી હતી. જો કે બોર્ડ કચેરી સ્થળાંતર કરવાની વાતચીતનો વિવાદ કેટલાંય સમયથી ચાલી રહ્યો હતો.ત્યારે આખરે બોર્ડની કચેરીને ગાંધીનગર ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવશે. ધોરણ. 10ની કચેરી હવે વડોદરાથી ગાંધીનગર ખાતે ખસેડી લીધા બાદ મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતનાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એવી સંભાવના છે

 

(1:14 am IST)
  • IPL 2018 : ગેઈલ અને રાહુલની ધમાકેદાર ઈનિંગ્સ, પંજાબે KKRને 9 વિકેટે હરાવ્યું access_time 8:57 pm IST

  • રશિયા અને ચીન તરફથી વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને હવે અમેરિકા પણ ઘાતક હાઈપરસોનિક મિસાઈલ બનાવવા જઈ રહ્યું છે. આ માટે અમેરિકા અધધ 100 કરોડ ડોલરનો ખર્ચ કરવા તૈયાર છે. અમેરિકાની વાયુસેનાએ આ બાબતની જાહેરાત કરી છે. access_time 2:20 am IST

  • વાપીમાં ભત્રીજાના હાથે કાકાની હત્યાઃ વાપી ટાઉનનાં હનુમાન ફળીયા વિસ્તારમાં નશાની હાલતમાં ભત્રીજાના હાથે કાકાની હત્યાઃ નજીવી બાબતે ઝઘડો થતા છરી જેવા તિક્ષ્ણ હથીયારોનાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારનાર આરોપી ભત્રીજાની ધરપકડ access_time 3:41 pm IST