Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

દેડીયાપાડા,સાગબારામાં બારોબાર બાયોગેસ પ્લાન્ટનું કરેલ આયોજન રદ કરવા MLA ની CM ને રજૂઆત

સત્વરે યોગ્ય જવાબ નહી મળે તો તારીખ: ૨૩/૦૩/ ૨૦૨૩ ગુરુવારના રોજ કલેકટર નર્મદાના ચેમ્બરની સામે ધારણા પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા માં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારાનાં અધિકારીઓ અને એજન્સી દ્વારા બારોબાર થતાં આયોજન બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે ચૈતર વસાવાએ કરેલી રજુઆત માં નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો છે. અહીં લોકો ના સુખાકારી માટે ગુજરાત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. પ્રજાલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ની જોગવાઈ કરવામાં આવે છે.પરંતુ આ ગ્રાન્ટનું  અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દે છે

 સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા- વિમર્શ પણ કરવામાં આવતો નથી. હાલમાં નર્મદા જિલ્લામાં વિકાસશીલ તાલુકા જોગવાઈ- દેડીયાપાડાના ૫૧૮૯૦૦૦ અને સાગબારાના ૮૧૮૦૦૦૦નું આયોજન જિલ્લા આયોજન અધિકારી એ સ્થાનિક સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કે તાલુકા પંચાયત પ્રમુખ ને ચર્ચા વિમર્થ કે વિશ્વાસમાં લીધા વગર બારોબાર બાયોગેસ પ્લાન્ટનું આયોજન કરી દીધું છે, જેને રદ કરી, ખેડૂતોને જરૂરી ખેત બોરવેલની મંજુરી આપવામાં આવે. આ અધિકારી અને એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે,એવી સીએમને રજૂઆત કરી છે. સાથે સાથે જો સત્વરે યોગ્ય જવાબ ન મળે તો મારે તારીખ: ૨૩/૦૩/૨૦૨૩ ગુરુવારના રોજ કલેકટર નર્મદાના ચેમ્બરની સામે ધારણા પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી પણ રજૂઆતમાં ઉચ્ચારી છે.

(11:06 pm IST)