Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગુજરાતમાં ૧૯૯૦ પછી માર્ચમાં સૌથી વધારે વરસાદ

૦.૨ મીમીની સરેરાશ સામે આ વર્ષે ૯.૫ મીમી વરસાદ

અમદાવાદ તા. ૨૧ : માર્ચના પ્રથમ સપ્‍તાહથી રાજ્‍યમાં શરૂ થયેલ કમોસમી વરસાદ હજુ પણ ચાલુ છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આ વરસાદી હવામાન હજુ પણ આગામી ત્રણથી વધારે દિવસ રહેવાનું છે. ૨૦મી માર્ચની સવાર સુધીમાં રાજ્‍યમાં ૯.૫ મીલીમીટર વરસાદ પડી ચૂક્‍યો છે જે સરેરાશ ૦.૨ મીલીમીટર કરતા ઘણો બધો વધારે હોવાનું હવામાન વિભાગની વેબસાઇટ પરના આંકડાઓ દર્શાવે છે.

હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, આ ૧૯૯૦ પછીનો સૌથી વધારે વરસાદ છે. ૧૯૯૫માં માર્ચમાં કેટલાક વરસાદી દિવસો જોવા મળ્‍યા હતા અને ત્‍યારે લગભગ ૮ મીલીમીટર જેવો વરસાદ પડયો હતો ત્‍યાર પછી આટલો વરસાદ કયારેય નથી પડયો. આ અધિકારીએ વધુમાં કહ્યું કે ૨૦૦૬ અને ૨૦૧૬માં પણ માર્ચમાં વરસાદ પડયો હતો પણ તે એટલો નહોતો.

ગુજરાત હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ કહ્યું કે તેમની જાણ અનુસાર આ વર્ષનો વરસાદ છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી વધારે છે. તેમણે કહ્યું ‘આટલો લાંબો સમય વરસાદી માહોલ રહેવાના એકથી વધારે કારણો છે. પヘમિી વિક્ષોભના કારણે ઉપરના વાતાવરણમાં ભેજ ભેગો થયો, બંગાળની ખાડીમાંથી ઉદભવેલા પヘમિી પવનો આમ બે સીસ્‍ટમો એક સાથે ભેગી થતાં રાજ્‍યમાં અને અન્‍ય જગ્‍યાઓએ પણ વરસાદ પડી રહ્યો છે.'

(10:34 am IST)