Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

સુરત એરપોર્ટથી કોર્ટથી સુધી કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીનું સ્‍વાગત કરશે

માનહાનિના કેસના સંભવિત ચુકાદાને લઈ રાહુલ ગાંધી ૨૩મીએ સુરત આવશે

સુરત,તા. ૨૧: કોંગ્રેસના અધ્‍યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે. ૨૩ માર્ચ, ગુરુવારના રોજ રાહુલ ગાંધી સુરત માનહાનિ કેસમાં કોર્ટમાં હાજરી આપવા આવી પહોંચશે. ૨૩ માર્ચના રોજ માનહાનિ કેસમાં ચુકાદો આવી શકે છે. ત્‍યારે રાહુલ ગાંધીના આગમન માટે સુરતમાં ભવ્‍ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત એરપોર્ટથી કોર્ટથી સુધી કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીનું સ્‍વાગત કરશે. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી આપેલા નિવેદનને કારણે મોદી સમાજની લાગણી દુભાઈ હોવાની વાત સામે મૂકીને સુરતના ધારાસભ્‍ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો.

કોંગ્રેસ પૂર્વ અધ્‍યક્ષ અને નેતા રાહુલ ગાંધી બુધવારે ગુજરાતમાં આવશે. કોર્ટ કેસને લઈ રાહુલ ગાંધી સુરતમાં આવશે. તેઓ જિલ્લાની સેશન્‍સ કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેશે. ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિગત ટિપ્‍પણી કરી હતી. હાલના વાહનવ્‍યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો.

ત્રણ વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્‍પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્‍ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.

(10:31 am IST)