Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વડોદરા : કિન્‍નરનો સ્‍વાંગ રચીને ચીટિંગ કરતા રાજકોટના બહુરૂપિયાની ધરપકડ

ગુનાખોરી આચરવા કાર લઇને આખા રાજયમાં ફરતો હતો : વાઘોડિયા રોડના દંપતી પાસેથી સોનાની ચેન અને વીંટી પડાવી લીધી હતી : ડભોઇ રોડ પરથી ક્રાઇમ બ્રાન્‍ચે કારમાં મહિલાના વષાો સાથે ઝડપી પાડયા

વડોદરા,તા. ૨૧ : કિન્‍નરના સ્‍વાંગ રચીને ઠગાઇ કરતાં રાજકોટના પડધરીના એક બહેરૂપિયાને ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ડભોઇ રોડ વિસ્‍તારમાંથી ઝડપી પાડયો હતો. આ શખ્‍સ ગુનાખોરી આચરવા માટે કાર લઇને આખા રાજયમાં ફરતો હતો. રાજયના મોટભાગના દરેક શહેરમાં આરોપીએ ક્રાઇમ આચર્યા છે. વાઘોડીયા રોડ વિસ્‍થારમાં રહેતા દંપતીને સંતાન પ્રાપ્‍તીની વિધિના બહાને ઠગાઇ કરવાના એક સપ્‍તાહ પહેલા બનેલા બનાવમાં હાલ તેની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ ડભોઇ રોડ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એક બ્રેઝા કાર સાથે મહેશનાથ ઝવેરનાથ પરમાર (ઉ.વ. ૪૧)ને શંકાસ્‍પદ હાલતમાં ઝડપી પાડયો હતો. કારની તલાશી લેતા એક થેલીમાંથી મહિલાના વષાો મળી આવ્‍યા હતા. આ ઉપરાંત સોનાની એક ચેન અને વિંટી પણ કબ્‍જે કરવામાં આવી હતી. પી.આઇ. એમ. એફ. ચૌધરીએ જણાવ્‍યું હતું કે, આરોપી મહેશનાથ કિન્‍નરના સ્‍વાંગમાં નાગરીકો સાથે ઠગાઇ કરતો હતો. રાજકોટથી કાર લઇને વડોદરા આવતો હતો. અને સાડી પહેરીને ફરતો હતો. તા. ૧૩મી માર્ચે વાઘોડીયા રોડ પરીવાર ચાર રસ્‍તા પાસે એક ફલેટમાં ભીક્ષા માંગવાના બહાને ગયો હતો. દંપતીને સંતાન પ્રાપ્‍તી માટે એક વિધિ કરવી પડશે તેમ જણાવ્‍યું હતું. આ વિધિ માટે સોનાની ચેન, અંગૂઠી અને રોકડા રૂા. ૧,૨૦૦ પડાવ્‍યા હતા. થોડીક વારમાં વિધિ કરીને આવું છું. તેમ જણાવીને છુંમતર થઇ ગયો હતો. આ બનાવ અંગે દંપતીએ પાણીગેટ પોલીસ  સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે ગુનામાં હાલ બહુરૂપિયા આરોપીની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે. (૨૨.૬)

મોટા ભાગના શહેરોમાં ૧૫ ગુનામાં ઝડપાઇ ચૂક્‍યો છે

કિન્‍નરના સ્‍વાંગમાં ઠગાઇ કરવાની મોડેસ ઓપરેન્‍ડી ધરાવતાં રાજકોટના આરોપી મહેશનાથ ઝવેરનાથ પરમાર (ઉ.વ. ૪૧)ની આ પ્રકારના ૧૫ ગુનાઓમાં જુદા-જુદા શહેરોમાં ધરપકડ થઇ ચૂકી છે. અગાઉ ગોધરા, ગાંધીનગર, ડિસા, વડોદરા, અમદાવાદ, સુરત, કચ્‍છ તેમજ ભરૂચ ખાતે ૧૫ ગુનામાં ધરપકડ થઇ ચૂકી છે. સુરતમાં કલોરોફોમ સુંઘાડીને કિંમતી દાગીના પડાવી લીધા હતા.

(10:34 am IST)