Gujarati News

Gujarati News

News of Sunday, 21st March 2021

કોકમ ગામથી બોલેરો પીકઅપ ગાડીમાં છુપાવેલ વિદેશી દારૂના રૂ.૬૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે 2 ને ઝડપી પાડતા એલ.સી.બી. નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહ એ જીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા અસરકારક કામગીરી કરવા માટેની સુચનાનાં પગલે એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા ના સુપરવિઝન હેઠળ બાતમી મળેલ કે એક બોલેરો પીકઅપ નંબર વગરની ગાડીમાં વિદેશી દારૂ ભરીને ડેડીયાપાડા તરફ પસાર થવાની છે,જે બાતમી આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસો ડેડીયાપાડાના કોકમ ગામ પાસે નાકાબંધી કરી વોચમાં હતા દરમ્યાન આ બોલેરો પીકઅપ ગાડી આવતા તેને રોકી ગાડીમાં બેસેલ ( ૧ ) આત્મારામ રંગલીયા પાડવી રહે . ગોરાડી સરવાણી તા.ધડગાંવ જી.નંદુરબાર તથા ( ૨ ) દિનેશભાઇ કુંવરજીભાઇ વસાવો રહે . સાંકળી નિશાળ ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદાની પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી મળતા બોલેરો પીકઅપ ગાડીની તપાસ કરતા ગાડીમાંથી બીયર ટીન નંગ -૨૮૮ તથા કવાટરીયા નંગ -૩૩૬ મળી કુલ બોટલ નંગ -૬૨૪ કુલ્લે કિ.રૂ. ૬૨,૪૦૦ નો મુદ્દામાલ મળી બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦ મોબાઇલ -૧ કિ.રૂ. ૫૦૦ તથા રોકડ રકમ રૂ.૩૦,૮૧૦ના મુદ્દામાલ સાથે બંન્ને આરોપીઓને અટક કરી મુદ્દામાલ બાબતે પુછપરછ ગુનાના કામે સહ આરોપી સુમનભાઇ જગાભાઇ વસાવા રહે . અરેઠી તા.વડગાંવ જી.નંદુરબારનાને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
 

(11:46 pm IST)