Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

થાઇલેન્ડથી આવેલ વ્યકિત ઓર્બ્ઝર્વેશન વોર્ડથી નીકળી

લોકોએ હોબાળો મચાવતાં પોલીસે પકડી લીધી : વિદેશથી આવેલી વ્યક્તિના પરિવારના સભ્યો નિરીક્ષણમાં

અમદાવાદ,તા.૨૧ : રૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી એક સોસાયટીમાં થાઇલેન્ડથી પરત ફરેલો રહીશ ઓર્બ્ઝર્વેશન વોર્ડમાં રહેવાના બદલે સોસાયટીમાં ફરતો હોવાથી સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો. આખરે પોલીસની મદદથી તેને અવિધા ખાતે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક સ્ટાફ અને પોલીસ દ્વારા તેની સતત નીગરાની રાખવામાં આવી રહી છે. બીજીબાજુ, તકેદારીના ભાગરૂપે તેના પરિવારના સભ્યોને પણ હાલ ઓર્બ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.   

          રૂ શહેરમાં કોરોના વાઇરસના પગલે વિદેશથી આવેલા લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખી તેમની સઘન તપાસ કરવામાં આવી રહી છે ત્યારે રૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી એક સોસાયટીના રહીશ તેમના પરિવાર સાથે થાઇલેન્ડ ફરવા માટે ગયાં હતાં. થાઇલેન્ડથી પરત આવ્યાં બાદ તેઓ આઇસોલેશન વોર્ડમાં રહેવાના બદલે તેમના ઘરે રહેવા લાગ્યાં હતાં. સોસાયટીના અન્ય રહીશોએ વારંવાર વિનંતી કરી હોવા છતાં તેઓ ટસના મસ થતાં હતાં. સોસાયટીના રહીશોમાં ડર ફેલાતાં આખરે તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ તેમને અવિધા ખાતે ઉભા કરાયેલાં ઓર્બ્ઝર્વેશન  વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમના પરિવારની બે મહિલાઓ પણ હાલ તબીબી દેખરેખ હેઠળ છે. તેમને અવિધા ખસેડવામાં આવ્યાં રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(8:28 pm IST)