Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના : આવતીકાલે ગુજરાત બંધ રહેશે : લોકોમાં ભારે ફફડાટ

લોકો ઘરની બહાર નીકળતાં પણ ડરી રહ્યા છે : અમદાવાદ,વડોદરા, રાજકોટ, સુરત સહિત મોટાભાગના શહેરમાં બજાર, રસ્તા સૂમસામ : ૮૦ ટકા કામ ખોરવાયા

અમદાવાદ,તા. ૨૧ : રાજ્યમાં કોરોનાના ૧૩ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે અમદાવાદ સહિત રાજયભરમાં લોકોને હવે કોરોના વાઇરસની ગંભીરતાનો ખ્યાલ આવી રહ્યો છે. અમદાવાદમાં કોરોના પોઝીટીવના પાંચ, વડોદરા અને સુરતમાં ત્રણ-ત્રણ અને રાજકોટ-ગાંધીનગરમાં કોરોના પોઝીટીવના કેસો મળી કુલ ૧૩ કેસો સામે આવતાં હવે લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઇ ગયો છે. કેટલાક લોકો તો કોરોના વાઇરસના વધતા વ્યાપને લઇ રીતસરના ડરી ગયા છે અને તેના કારણે હવે સમગ્ર રાજયમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ, સુરત સહિત મોટાભાગના શહેરોમાં બજારો અને રસ્તાઓ સૂમસામ થઇ ગયા છે. લગભગ ૮૦ ટકા કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. એક રીતે, ગુજરાતમાં બંધ  જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. કોરોનાનો ખૌફ લોકોમાં એટલી હદે ફેલાયો છે કે, લોકો હવે ઘરની બહાર નીકળતાં પણ ડરે છે.

            અમદાવાદ શહેરમાં આજે સાંજથી બીઆરટીએસ અને એએમટીએસ બસોની સેવા બંધ  કરી દેવામાં આવી છે. આવતીકાલે વડાપ્રધાન મોદીની જનતા કરફયુની રાષ્ટ્રવાસીઓને અપીલને લઇ રવિવારે સવારે -૦૦થી -૦૦ સુધી ગુજરાત સહિત દેશભરમાં બંધનો માહોલ જોવા મળશે. ખાસ કરીને અમદાવાદ શહેર સહિત રાજયભરમાં બંધની વડાપ્રધાનની અપીલને સફળ બનાવવા સરકાર, વહીવટી તંત્ર અને સમગ્ર બ્યુરોક્રેસીએ બહુ મહત્વની કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં તા.૧૯ માર્ચે અને તા.૨૦ માર્ચે ૫ાંચ પોઝીટીવ કેસ સાથે કોરોના પોઝીટીવના કેસનો આંકડો સાતને પાર થઇ ગયો હતો. જેને પગલે આજથી ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે.

        રાજ્યભરમાં મોટાભાગના તમામ ધાર્મિક સ્થાનો, મંદિરો, જાહેરસ્થળો, બાગ-બગીચા, ચાની લારીઓ, પાનના ગલ્લા, દુકાનો, મોલ-મલ્ટીપ્લેકસ, થિયેટરો, બજારો સહિત તમામ સ્થળો બંધના માહોલમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને તેના કારણે   સમગ્ર  રાજયમાં ૮૦ ટકા જેટલી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર સહિતના શહેરોમાં તો રસ્તાઓ પણ સૂમસામ થઈ ગયા છે અને ભાગ્યે કોઈ વાહન જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મોલ મલ્ટીપ્લેક્સ, કાપડ બજારો, દુકાનો, પાનના ગલ્લા અને ચાની કિટલીઓ, માર્કેટ યાર્ડ સહિના સ્થળોએ તા.૩૧મી માર્ચ સુધી બંધનો  માહોલ જાળવી રાખવા ખુદ રાજય સરકાર દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જેના કારણે કોરોના પોઝીટીવના કેસો સામે આવ્યા છે તે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર શહેરમાં તો લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

        બહુ અરજન્ટ કે રૂરી કામ હોય તો લોકો ઘરની બહાર નીકળવાની હિંમત દાખવી રહ્યા છે. બેંકો, એલઆઇસી સહિતની વિવિધ કચેરીઓમાં તો સ્ટાફ દ્વારા પ્રવેશ દ્વાર પર સેનીટાઇઝર રાખી ગ્રાહકોને હાથ સાફ કરાવી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો, વિવિધ બેંકના એટીએમમાં પણ ગાર્ડ દ્વારા સેનીટાઇઝરથી હાથ સફાઇની સુવિધા રૂ કરવામાં આવી છે. સરકારે દૂધ, શાકભાજી, દવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટેની દુકાનો ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે, સિવાયના તમામ ધંધા-રોજગારના સ્થળો, એકમો બંધ રાખવા સરકારે સ્પષ્ટ તાકીદ કરી છે. સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડ અને બજારો આજથી બંધ કરી દેવાયા છે. આમ, કોરોના ઇફેકટને લઇ ગુજરાતમાં બંધનો માહોલ છે.

(8:24 pm IST)