Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

જમીન નવસાધ્યકરણ અને સર્વગ્રાહી કૃષિ વિકાસ અંતર્ગત સિપુર અને શંખેશ્વર પંથકના ખેડૂતોની પ્રવૃત્તિની સફળગાથા

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા શંખેશ્વર તાલુકાના આસપાસના ૨૬ ગામમાં હાથ ધરેલ ‘જમીન નવસાધ્યકરણ અને સર્વગ્રાહી કૃષિ વિકાસ” પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત સિપુર અને શંખેશ્વર ગામના ખેડૂતો દ્વારા અપનાવવામાં આવેલ કેટલીક પ્રવૃતિઓને સફળતા પ્રાપ્ત થયેલ જોવા મળેલ છે.

 આ સફળતાઓનું ડોક્યુમેન્ટેશન કરવા હેતુ દૂરદર્શનની ટીમ,સરદાર સરોવર નર્મદા નિગમ લી. (કૃષિ વીંગ) ની ગાંધીનગર ની ટીમ, ખેતીવાડી વિભાગ પાટણ અને રીલાયન્સ ફાઉન્ડેશનની  ટીમ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં સિપુર ગામના જાગૃત ખેડૂત વજુભાઇ જાદવ એ સરદાર સરોવર નર્મદા નિગમની કૃષિ વીંગ અને રીલાયન્સ ફાઉન્ડેશન ના માર્ગદર્શન અને સહયોગથી પોતાના ખર્ચે ખેતર ફરતે પાળો બાંધેલ બનાવી વરસાદનું મીઠું પાણી અંદાજે ૧ ફૂટ જેટલું ભરાયા પછી છલ્લીને તે પાણીના નિકાલ માટે ઇંટો અને સિમેન્ટની યોગ્ય માપની ‘છલકી’ બનાવેલ છે તથા વરસાદના મીઠા પાણીને જમીનમાં ઉતારવા માટે હોલીયુ બનાવેલ છે. આ ઉપાયો થકી જે જમીન છેલ્લા ૫૦ વર્ષથી તેલીયાખાર ગ્રસ્ત હોવાથી બિનઉપજાઉ હતી તેમાં આ ઉપાય કરવાથી ચાલુ વર્ષે કોઇ પણ પ્રકારનું ખાતર કે દવાનો ઉપયોગ વગર બિન પિયત ઘઉ થયેલ છે.

  તેમજ શંખેશ્વર ગામના પ્રગશીલ ખેડૂત શ્રી દિનેશભાઇ ચાવડા એ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલ માર્ગદર્શન માહીતી મુજબ પોતાની જમીનમાં ( શણ ) લીલા પડવાશ કરવાની પધ્ધતિ અપનાવેલ. જેનાથી રવી ઋતુમાં કરેલ ઘઉના પાકમાં, કોઇપણ ખાતર આપ્યા વગર પણ ઘઉ પાક ઘણો સારો થયેલ જોવા મળે છે અને આ ઉપરાંત પિયત પણ ઓછું આપવાની જરૂર પડેલ.

તે ઉપરાંત શંખેશ્વર ના અન્ય જાગૃત ખેડૂત જગમાલભાઇ આર્ય દ્વારા તેમનો ઉકરડો પોતાના ખેતરમાં લઇ જઇ ઝડપથી કંમ્પોષ્ટ ખાતર બનાવવા ‘ડી કંપોઝીંગ બેક્ટેરીયા’ નો ઉપયોગ કરી ખેતરમાં  આ ખાતર દિવેલાના ઉભા પાકમાં ઓરીને આપતા તે વધુ અસરકારક જણાયેલ અને નિંદામણ અને ઉધઇના ઉપદ્રવ સામે રક્ષણ મળેલ છે.

 ઉક્ત ઉપક્રમે સ્થળ પર ઉપસ્થિત શ્રી આર. બી. મારવીયા, કાર્યવાહક સંચાલક (કૃષિ), ડૉ. એ. આર. પાઠક, નિવૃત કુલપતિ, ડૉ. આર. એ. શેરસીયા, નિવૃત ખેતી નિયામક, શૈલેષભાઇ પટેલ, જીલ્લા ખેતીવાડી અધિકારી, હિતેષભાઇ પટેલ,એન. જે. ગોહેલ,એસ. જી. જોષી, મિતેષ વઘાસીયા, મયંક પટેલ, જયરામભાઇ રબારી અને વ્રજલાલભાઇ રાજગોર (રી.ફા.) વગેરેની ઉપસ્થિતિમાં પ્રગતિશીલ ખેડૂત ધનાભાઇ ગોયલ એ ઓછા પાણીથી થતા પાક લેવા, જરૂર પૂરતુ જ પિયત કરવા પરત્વે પ્રોજેક્ટના લાભાર્થી ખેડૂતોમાં જાગૃતિ કેળવાયેલ હોવાનું જણાવેલ
આ કાર્યક્રમનો ઉદ્દેશ, તેલીયાખારની સમસ્યાથી પ્રભાવિત ખેડૂતો ને પ્રેરણા પૂરી પાડવાનો હતો.

(7:31 pm IST)