Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના માટે સેવાકાર્ય : વડિયા ગ્રામ પંચાયત તરફથી સૅનેટાઇઝર બનાવી ૫૦૦ લીટરનું વિના મૂલ્યે વિતરણ

કોરોનાના હાઉ વચ્ચે લોકો સેનેટા‌ઈ‌ઝર માટે દોટ મુકે છે ત્યારે કેટલાક વેપારીઓ બેફામ ભાવ પણ લેતા હોય વડીયા ગ્રામ પંચાયત દ્વારા આવી કટોકટીમાં મફત સેવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના વડીયા ગામની ગ્રામ પંચાયતના સદસ્યો સહિતના યુવાનોએ કોરોના જેવા વાયરસના હાઉ ટાણે ખુબજ લોક ઉપયોગી અને સેવાભાવી કાર્ય કરી મધ્યમ ગરીબ વર્ગના લોકો માટે ઉમદા કાર્ય કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
 વડિયા ગ્રામ પંચાયત સદસ્ય ચંદ્રેશભાઈ પરમાર, વિજય ભાઈ વસાવા, સરપંચ મહેશભાઈ રજવાડી,તલાટી કમ મંત્રી દેવેન્દ્રભાઈ જોષી તથા પ્રજાજનોના સહકાર થી કોરોનાના વાઈરસ ના ગભરાટ વચ્ચે અમે સેનેટા‌ઈ‌ઝર જાતે બનાવી વડિયા ગામ તથા આસપાસની સોસાયટી ઓમાં નિઃશુલ્ક વિતરણ કરી આ સમયે અત્યંત જરૂરી અને ફાયદારૂપ સેનેટાઈઝર વડિયા ગ્રામ પંચાયત ખાતેથી વિતરણ કર્યું હતું.જેમાં લગભગ ૫૦૦થી વધુ પરિવારોમાં ૫૦૦ લીટર આયુર્વેદિક પદ્ધતિ જેવુ સેનેટાઈઝરનું વિતરણ શનિવારે કરાયું હતું.અને હજુ આ સેવાકાર્ય ચાલુ રાખશે તેમ પણ જાણવા મળ્યું છે.ત્યારે કોરોના ના હાઉ વચ્ચે વડીયા ગ્રામ પંચાયત અને ગામના યુવાનો થકી કરવામાં આવેલી આવી સેવાકીય પ્રવૃત્તિ આ તબક્કે લોકો માટે ખાસ ઉપયોગી સાબિત થઈ છે.

(7:21 pm IST)