Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

બાયડ તાલુકાના સાંઠવા ગામે કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ જોવા મળતા બે દર્દીઓને ખાસ આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા

બાયડ: કોરોના વાયરસને ફેલાવાને અટકાવવા સરકાર દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. અગાઉ સાબરકાંઠા કોરોનાના બે શંકાસ્પદ કેસ નોંધાતા બંને ખાસ આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પ્રથમ શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય તંત્રની ટીમો કામે લાગી ગઈ છે. બાયડ તાલુકાના સાઠંબાના વતની અને દુબઈમાં વસવાટ કરતો વ્યક્તિ લગ્ન પ્રસંગને લઇને ગત તા. 14 માર્ચના રોજ વતન સાઠંબા આવ્યો હતો. બાદમાં તા. 17 માર્ચના રોજ તેમને તાવ આવતા સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે દુબઇથી આવેલા દર્દીને કોરોનાના લક્ષણો જણાતા તાકીદે ખાસ આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અને તેના સેમ્પલ લઇ નમૂના પરિક્ષણ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં 14 માર્ચ સુધીમાં કોરોનાનો એકપણ શંકાસ્પદ કેસ નોંધાયો ન હતો. જો કે સાઠંબામાં વિદેશથી આવેલા શખ્સને કોરોનાના લક્ષણો હોવાનું જણાતા જિલ્લાના આરોગ્ય તંત્રની ટીમો કામે લાગી ગઈ છે અને આ વાઇરસના ચેપને અટકાવવા સર્વે સહિતની કામગીરી હાથ ધરાઈ છે.

(6:02 pm IST)