Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

મહેસાણામાં ઓએનજીસી વેલમાંથી ઓઈલની ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા:ત્રણ હજુ રફુચક્કર

મહેસાણા: ઓએનજીસીની સર્વેલન્સ સ્કવોર્ડના સેનાપતિને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના સુરજ ગામની આજુબાજુના વિસ્તારોમાં ઓઇલ ચોરીની પ્રવૃતિઓ થઇ રહી છે. તેથી ઓસઆરપી ગુ્રપના એસઆઇ ભરતીજીપોકો મહેન્દ્રસિંહભરતભાઇ સહિતની ટીમે આ પંથકમાં રાત્રી પેટ્રોલીંગ હાથ ધયું હતું. તે દરમિયાન નવેક વાગ્યાના સુમારે સુરજ ગામના પાટીયે પહોંચતા અહીં શંકાસ્પદ હાલતમાં પડેલી રીક્ષામાં બે શખસોને કોર્ડન કરી પુછપરછ કરતાં તેમણે સુરજથી મોયણ રોડ ઉપર ઓએન્જીસીના વેલ નં.૨૭૦માંથી મુકેશ ઠાકોરકાળા ઠાકોર અને સલીમ તોતડો ક્રુડઓઇલની ચોરી કરતા હોવાની ચૌકાવનારી કબુલાત કરી હતી. જેથી સર્વેલન્સ સ્કોવર્ડની ટીમે ઘટનાસ્થળે પહોંચતા તેઓને જોઇને ઓઇલચોરી કરતા શખસો નાસભાગ કરવા લાગ્યા હતા. જે પૈકી ચંચલ ભાગમલ ઉપ્પલ રહે.વડોદરાને ઝડપી લીધો હતો. અહીંથી વેલમાં પાઇપ ફીટ કરીને ચોરી કરેલ ૨૦ હજાર લીટર ક્રુડઓઇલ ભરેલી ટેન્કર કબજે કરવામાં આવી હતી. જ્યારે ઝડપાયેલા ત્રણ શખસો સહિત છ આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

(6:01 pm IST)