Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

સુરતમાં વધુ એક કોરોનનો કેસ પોજીટીવ આવતા વિદેશથી આવનાર લોકોના ઘર પર કોરોન્ટાઇનના બોર્ડ લગાવવવામાં આવ્યા

સુરત: શહેરમાં કોરોનાના એક પોઝીટીવ કેસ અને અનેક શંકાસ્પદ કેસ હોવાના કારણે હોમ કોરોન્ટાઈનની કામગીરી મ્યુનિ. તંત્રે સઘન બનાવી લીધી છે. મ્યુનિ. તંત્રએ હોમ કોરોન્ટાઈનનો ભંગ ન થાય તે માટે વિદેશ પ્રવાસથી આવેલા લોકોના ઘરની બહાર કોરોન્ટાઈન એરિયા એવા બોર્ડ મુકી દીધા છે.

આ ઉપરાંત વિદેશથી આવેલા 415 મુસાફરો સામે મ્યુનિ.ના 415 કર્મચારીઓ મુકી દીધા છે. આ ઉપરાંત મ્યુનિ. તંત્રએ બહારથી આવેલા લોકોને પણ તાકીદ કરી છે કે વિદેશથી આવેલા લોકો ઘર બહાર રહે તો મ્યુનિ. તંત્રને જાણ કરી શકે છે.

(5:58 pm IST)