Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

વડોદરામાં કોરોનના જોખમને અટકાવવા માટે સરકારદ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા:સોસાયટી સહીત એપાર્ટમેન્ટમાં સેલ્સમેન,ફેરિયાઓને નો એન્ટ્રી

વડોદરા: કોરોના વાઈરસના જોખમને ટાળવા માટે સરકારે તો સાવચેતીના પગલા ભર્યા જ છે પરંતુ તેની સાથે-સાથે લોકો સ્વ-જાગૃતિ તરફ વળ્યા છે. વડોદરાની મોટા ભાગની સોસાયટી અને ફ્લેટના રહેવાસીઓએ કોરોના વાઈરસથી બચવા બને તેટલા પ્રયાસો કરી રહ્યા છે. નાના બાળકોને સોસાયટીના પાર્કમાં જવાની સખ્ત મનાઈ ફરમાવી દીધી છે તો ક્લબ અને જીમને તાળા લગાવી દીધા છે. ભીડમાં ચેપ ન લાગે તે માટે સમૂહ કાર્યક્રમો પણ રદ કરી દીધા છે..

સોસાયટીના તમામ સભ્યો ઘરમાં બંધ થઈને આઈસોલેટેડ થઈ ગયા છે. એકબીજાને મળવાનું ટાળીએ જ છીએ. ક્લબ હાઉસ અને કોમન ગાર્ડન બંધ કરી દીધા છે પરંતુ સ્વચ્છતા માટે રોજ સફાઈ કરાવીએ છે. સરકારે રવિવારે સેલ્ફ કર્ફ્યુનું કહ્યું છે પરંતુ અમે તો પહેલેથી જ તેનો અમલ કરી દીધો છે. કામવાળા પણ અનેક ઘરના કામ કરીને આપણા ઘરે આવે છે એટલે ચેપ ન લાગે તેથી તેમને પણ આવવાની ના પાડી દીધી છે.  

(5:57 pm IST)