Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

હાશ...ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પુરીઃ કંટ્રોલ રૂમનો સંકેલો

રાજકોટ, તા. ૨૧ :. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૫ માર્ચથી શરૂ થયેલી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાની આજે પૂર્ણાહૂતિ થઈ છે.

શિક્ષણ બોર્ડની ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા. ૧૬મી માર્ચે અને ધો. ૧૦ની પરીક્ષા તા. ૧૭મી માર્ચે પુરી થઈ છે. જ્યારે આજે તા. ૨૧ના ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પુરી થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસ સામે સાવચેતીના પગલા રૂપે આજે રાત્રે જ તમામ જિલ્લાના કંટ્રોલ રૂમ બંધ કરવામાં આવશે.

(4:50 pm IST)