Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોંગ્રેસનાં ધારાસભ્યો કોરોનાના વાહક બનવાનું જોખમ? ધુબાકા બંધ કરી પાછા આવોઃ પ્રદીપસિંહ

બનાસકાંઠાના પુર વખતે બેંગ્લોર મોજ કરતા હતા, અત્યારે જયપુરમાં જલ્શા : ગુજરાતનો કોરોનાનો એક દર્દી જયપુરથી આવેલ છેઃ કોંગી સભ્યોને રક્ષણની ગૃહમંત્રીની ખાતરી!

રાજકોટ, તા. ર૧ : રાજયના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજસ્થાનના જયપુરના રિસોર્ટમાં મુકામ કરી રહેલા કોંગી ધારાસભ્યો થકી ગુજરાતમાં કોરોના ફેલાવવાની સંભાવના દર્શાવી તે અંગે ચિંતા વ્યકત કરી ધારાસભ્યોને ગુજરાત પરત ફરવા અપીલ કરી છે.

પ્રદીપસિંહે જણાવેલ કે બનાસકાંઠાના પુર વખતે કોંગી ધારાસભ્યો બેંગ્લોર આનંદ માણવા જતા રહ્યા હતા અત્યારે ગુજરાતમાં કોરોનોનો કહેર છે ત્યારે ધારાસભ્યો જયપુરમાં ધૂબાકા મારી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા તેમાનો એક દર્દી જયપુર થઇને અમદાવાદ આવેલ છે. કોંગી ધારાસભ્યો જયપુરથી આવે ત્યારે કોરોનાના વાહક બને તેવી ભીંતી અસ્થાને નથી. રાજયના હિત ખાતર કોંગી સભ્યોએ ગુજરાત પરત આવી જવું જોઇએ. તેઓ આવે ત્યાંરે તેમની શારીરિક ચકાસણી થશે. તેમના આંતરકલહના લીધે  પાંચ ધારાસભ્યોની સંખ્યા ઘટી છે. અમે તેમને ગુજરાતમાં રક્ષણ આપવાની ખાતરી આપીએ છીએ. જલ્લસા કરવાનો મોહ જતો કરી પરત આવી જવું જોઇએ.

(4:49 pm IST)