Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગાંધીનગરના કોરોના પોઝિટીવનું મકાન મનપાએ પોતાના હસ્તક લઈ લીધું: ઉબેરનો ડ્રાઈવર પણ કોરોન્ટાઈલમાં ગયો

આખા મકાનને સેનેટાઈઝ કરવામાં આવશે:. ડ્રાઇવરને પણ 14 દિવસ કોરોન્ટાઇલ કર્યો

ગાંધીનગરમાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ નોંધાયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો છે. પોઝિટિવ દર્દીના પરિવારને જર્મન પેલેસમાં 14 દિવસ રાખવામાં આવશે. સેકટર 29માં આવેલા મકાનને 14 દિવસ માટે કોર્પોરેશને પોતાના હસ્તક લીધું.છે  આખા મકાનને સેનેટાઈઝ કરવામાં આવશે. દુબઇથી આવેલા ગાંધીનગરના યુવકનો કોરોના પોઝિટિવ આવ્યો છે. એરપોર્ટ પર સ્ક્રીનિંગ સમયે નોર્મલ ટેમ્પરેચર સામે આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર આવ્યા તે ઉબેર કેબના ડ્રાઇવરને પણ 14 દિવસ કોરોન્ટાઇલ કરવામાં આવ્યો છે. આ વાતની ગાંધીનગરના મેયર પુષ્ટિ કરી છે.

(3:01 pm IST)