Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગુજરાતમાં કોરોના શંકાસ્પદ ૫૦૦ વ્યકિત કોરન્ટાઇનમાં મૂકાયા

૨૯ સુધી તમામ જનસુવિધા કેન્દ્રો બંધઃ અડધા ગુજરાતમાં ૧૪૪મી કલમનો અમલ

રાજકોટઃ ગુજરાતમાં ૮ પોઝીટીવ કેસ આવતા લોકો સ્તબ્ધ થઇ ગયા છે ત્યારે ૫૦૦ શંકાસ્પદોને કવોરન્ટીનમાં ધકેલી દેવાયા છે. કોરોનાથી ફફડી ઉઠેલા તંત્રએ તકેદારીના ભાગરૂપે આ ૮ દર્દીની સાથે જોડાયેલા લોકો અને અન્ય શંકાસ્પદોને કવોરેન્ટીનમાં ધકેલી દીધા છે.

 રાજયમાં ૨૦મી માર્ચે રાત્રે ૧૨  સુધીની સ્થિતિમાં ૫૦૦ શંકાસ્પદો કવોરન્ટીનમાં 

દરમિયાન સરકારે ૨૯મી માર્ચ સુધી ગુજરાતની તમામ સરકારી કચેરીમાં જનસુવિધા કેન્દ્ર  બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

 તકેદારીની ભાગરૂપે રાજયના જિલ્લા પ્રસાશનો દ્વારા જુદી જુદી જગ્યાએ કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. રાજયના મહાનગર અમદાવાદ-સુરત, વડોદરા, રાજકોટ, ઉપરાંત અન્ય જિલ્લાઓમાં મળીને  અડધા ગુજરાતમાં એટલે કે ૧૪ જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. આ તમામ જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમો, સામાજિક મેળવાડા, લગ્ન પ્રસંગો, વગેરે નહીં થઈ શકે. ૪ કરતા વધારે વ્યકિત એક સાથે એકઠાં નહીં થઈ શકે.

સરકારે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.

 ગુજરાતમાં અમદાવાદ સહિતના  શહેરોમાં પાન-ગલ્લા ૩૧ માર્ચ સુધી બંધ કરાયા છે. કોરોના?૨૧જ્રાક માર્ચ સવારે ૯.૦૦ વાગ્યા સુધી જાહેર થયેલા પોઝિટિવ કેસ મુજબ વડોદરાનો નવો એક કેસ સંક્રમિત છે. આમ રાજયમાં કુલ ૮ કેસ પોઝિટિવ છે. આ કેસમાં રાજકોટ-સુરતના એક એક કેસ અને અમદાવાદ, વડોદરાના ૩-૩ કેસનો સમાવેશ થાય છે. તમામ કેસ વિદેશયાત્રીઓનાં છે. સકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

(1:05 pm IST)