Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

બોરસદમાં અપશબ્દો બોલવા બાબતે ઠપકો આપતા જીવલેણ હુમલો

બોરસદ: તાલુકાના કાંધરોટી ગામની સુરજબા સીમ વિસ્તારમાં રહેતા મેલાભાઈ શીવાભાઈ ઠાકોર ગઈકાલે રાત્રીના સુમારે પોતાના ઘરે હાજર હતા ત્યારે સાડા આઠેક વાગ્યાના સુમારે નજીકમાં રહેતો જયંતિભાઈ મહીજીભાઈ ઠાકોર દારૂ પીને ગમે તેવી ગાળો બોલતો બોલતો જતો હોય તેને ગાળો નહીં બોલવાનો ઠપકો કર્યો હતો. 
જેથી જયંતિભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને નજીકમાં પડેલો ઈંટનો ટુકડો ઉઠાવીને મેલાભાઈને છાતીના ભાગે મારી દેતાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ. આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. 
 

(2:35 pm IST)