Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

સુરતમાં વડોદરાના મેનેજરે કંપનીમાં 12 લાખની ઉચાપત કરતા ચકચાર

સુરત: શહેરમાં સીટીલાઇટ રોડ ખાતે ઓફિસ ધરાવતી બિલ્ડીંગ મટીરીયલ બનાવતી કંપનીમાં વડોદરા અને મધ્ય ગુજરાત માટે બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર તરીકે કામ કરતા વડોદરાના રહીશે ૧૭ રૂ.૧૨.૮૨ લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાર્લે પોઇન્ટ ગેટવે હોટલની સામે શક્તિ નગર સોસાયટમાં રહેતા અને સિટીલાઇટ એસ્કોન સીટી કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા ૩૬ વર્ષીય નવીનભાઈ અશોકભાઈ આશ્વાની સુરત જીલ્લાના પલસાણાના તાતીથૈયામાં આશ્વાની ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ  લી.ના નામે બિલ્ડીંગ મટીરીયલનું ઉત્પાદન કરે છે. 

(2:34 pm IST)