Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

સુરતમાં હનિટેપમાં ફસાવી પૈસા પડાવવા ભાઈ બહેનની અસલિયત સામે આવી: પોલીસે ઝડપી પાડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા

સુરત:સીમાડા ખાતે રહેતાં એમ્બ્રોઇડરીના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી રૂ.પાંચ લાખની ખંડણી માંગી બાદમાં માર મારી રૂ.૧.૪૧ લાખ પડાવનાર સગા ભાઈ બહેન સહિત ત્રણને કાપોદ્રા પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતના સીમાડાગામ પટેલપાર્કની સામે સુવિધા રો હાઉસ ઘર નં.૨૩૮ માં રહેતા ૨૯ વર્ષીય સતિષભાઈ બાબુભાઈ બરવાળીયા એમ્બ્રોઇડરી જોબવર્કનું કામ કરે છે. ગઢ આર્મીની બપોરે એક યુવતીએ ફોન કરી તેમને કાપોદ્રા ભગવતીકૃપા સોસાયટીમાં આવેલી સ્કુલની ઉપર બીજા માળે એક રૂમમાં બોલાવ્યા હતા. સતિષભાઈ ત્યાં પહોંચતા જ બે યુવાનો ત્યાં આવી ચઢયા હતા અને દમદાટી આપી યુવતી સાથે ઊભા રાખી અશ્લીલ ફોટા પાડી અને વિડીયો ઉતારી સમાધાન પેટે રૂ. પાંચ લાખની માંગણી કરી હતી.

(2:33 pm IST)