Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

હાલોલ-વડોદરા હાઇવે પર ખાલી કેરેટની આડમાં છુપાવીને લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પોલીસે બેની અટકાયત કરી

વડોદરા:હાલોલ-વડોદરા હાઇવે પર ખાલી કેરેટોની નીચે દારૃનો જથ્થો છુપાવીને લઇ જતી પીકઅપ ગાડી પોલીસે ઝડપી પાડી બે વ્યક્તિની ધરપકડ કરી છે.

હાલોલ તરફથી સફેદ રંગની બોલેરો પીકઅપ ગાડી વડોદરા શહેર તરફ જવાની છે તેવી બાતમીના આધારે વાઘોડિયા પોલીસે કોટંબી ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. બાતમી 

મુજબની ગાડી આવતા પોલીસે રોકી તપાસ કરતાં ગાડીમાં ખાલી કેરેટોની આડમાં દારૃની બોટલો સંતાડી હોવાનું જણાયું હતું. પોલીસે રૂ.૨.૨૩ લાખ કિંમતની ૧૭૭૦ દારૃની  બોટલો, 

પીકઅપ ગાડી, ૮૦ ખાલી કેરેટો, ત્રણ મોબાઇલફોન મળી કુલ રૂ.૬.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(2:31 pm IST)