Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

વડોદરામાં હોલિકા દહન ઉત્સવની દિવ્ય ઉજવણી: માંજલપુરમાં સૌથી મોટી સામુહીક હોળી પ્રગટાવાઈ

સ્થાનિક આગેવાનો,ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ સાથે મળીને હોળી પ્રગટાવી

વડોદરા શહેરમાં હોલિકા દહનની પરંપરાગત ઉજવણી થઇ હતી શહેરના મંજલપુરમાં સૌથી મોટી હોળી પ્રગટાવાઈ હતી સ્થાનિક આગેવાનો તેમજ બીજેપી- કોંગ્રેસના કાઉન્સિલરોએ સાથે મળીને હોળીને પ્રકટાવી હતી. માંજલપુર ગામના રહીશો સાથે આસપાસની સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં પૂજા માટે જોડાયા હતા. અબાલ વૃદ્ધ,નાના મોટા, યુવાનો યુવતીઓ હોળીની પૂજા કરીને કરી પ્રદક્ષિણા હતી.

  વડોદરાના માંજલપુર વિસ્તારમાં હોલિકા દહનનું લાઈવ ડેકોરેશન સહિતની ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન કરવામાં આવ્યું હતું . કપૂર,દેશી ઔષધિ,છાણાં અને સૂકા ઘાસનો ઉપયોગ કરીને હોળી તૈયાર કરવામાં આવીવૈદિક મંત્રોચ્ચારો સાથે હોળી પ્રકટાવવામાં આવી હતી ..

(10:27 am IST)