Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી ચૂંટણી લડશે કે કેમ ? હજુ સસ્પેન્સ યથાવત

91 વર્ષીય અડવાણી ગાંધીનગરથી છ વખત જીતી ચુક્યા છે :2014 બાદ હાંસિયામાં ધકેલાઈ ગયા

 

અમદાવાદ :દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી આગામી લોકસભા ચૂંટણી લડશે કે નહીં તે અંગે  હજુ સસ્પેન્સ યથાવત છે 91 વર્ષના આડવાણી ગાંધીનગર લોકસભા સીટ પરથી 6 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. 1984ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે લોકસભા બેઠક જીતનારી ભાજપના ઉદયનો શ્રેય આડવાણીને અપાઈ છે તેમણે વર્ષ 2014માં મોદીને પાર્ટીના વડાપ્રધાન પદનો ઉમેદવાર બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યારબાદથી તેઓ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે

    જોકે અડવાણીએ ચૂંટણી લડવા અંગેના નિર્ણંય માટે તેના અંગત સચિવ દિપક ચોપડાએ કહ્યું કે આ  અંગે હજુ નિર્ણય લેવાયો નથી. પ્રસ્તાવ આવ્યા પછી નિર્ણય લેશે.

  પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ઉમેદવારો માટે હાલ કોઈ વયમર્યાદા નક્કી કરાઈ નથી અને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતી ઉમેદવારોના નામ નક્કી કરતા સમયે એ બાબત ધ્યાન પર રાખશે કે તેમના જીતવાની કેટલી સંભાવના છે.

  શું પાર્ટીએ આડવાણીને ગાંધીનગર સીટથી ચૂંટણીલડવા વિનંતી કરી છે? આ અંગે ચોપડાએ જણાવ્યું કે, "હજુ સુધી પાર્ટીએ તેમનો સંપર્ક કર્યો નથી અને તેમણે પણ પાર્ટીનો સંપર્ક કર્યો નથી." ગુજરાત ભાજપના નેતાઓના એક વર્ગનું માનવું છે કે, આડવાણી મોટી ઉંમરના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાતે જ કરી શકે છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ધ્યેય સાથે 1992માં આડવાણીએ પોતાની રથયાત્રા દ્વારા ભારતીય રાજનીતિનું આખું પરિદૃશ્ય બદલી નાખ્યું હતું. ભાજપના ઉદયમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજ્ય ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, ગાંધીનગરમાં ચૂંટણી લડવા અંગેનો અંતિમ નિર્ણય ભાજપનું સંસદીય બોર્ડ લેશે. 

(9:35 am IST)
  • કુતીયાણાથી હરિદ્વાર પદયાત્રીકોના સંઘને રાજસ્થાનમાં ટ્રક ચાલકે અડફેટે લેતા ચાર લોકોના કરૂણમોત :છ લોકો ગંભીર રીતે ઘાયલ : કુતીયાણાથી હરિદ્વાર પદયાત્રાનો સંઘ જતો હતો ત્યારે રાજસ્થાનના પુલવા નજીક ટ્રક ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય છ લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે :વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:59 pm IST

  • મહાવીર ચક્ર વિજેતા કેપ્ટ્ન નારાયણ રાવ સામંતનું નિધન :બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ માટે વીરતા પુરષ્કાર મળ્યો હતો : તેઓ એક સબમરીન અને INS કરંજના કમીશનીંગ સીઓ હતા :કમાન્ડર મોહન નારાયણ રાવ સામંત ક્રાફ્ટવાળા એ દળના વરિષ્ઠ ઓફિસર હતા જેઓએ મોગલા અને ખુલના પત્તનોમાં શત્રુઓ પર સૌથી વધુ સફળ હુમલાને અંજામ આપ્યો હતો તેઓ પુણેમાં રહેતા હતા access_time 12:43 am IST

  • સાંબરકાઠાઃ હાથરોલ જંગલમાં ભીષણ આગઃ જંગલમાં આગ લાગતા વનરાજી બળીને ખાખઃ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા access_time 6:53 pm IST