Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ડીસામાં દબાણ હટાવવા સામે હંગામો:પોલીસની ગાડીમાં પથ્થરમારો : પોલીસકર્મી ઉપર કેરોસીન છાંટવાનો પ્રયાસ

પોલીસે અરાજકતા ફેલાવનાર દસથી વધુ લોકોની અટકાયત કરી સ્થિતિ નિયંત્રણમાં લીધી

 

ડીસામાં દબાણ હટાવવા ગયેલ ટીમને લોક રોષનો સામનો કરવો પડ્યો હતો વ્હોળા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બાંધવા માટે દબાણો હટાવવા માટે પાલિકાએ લગભગ એક માસ અગાઉ નોટિસ આપી હતી. ત્યારબાદ પાલિકાની ટીમ દબાણો હટાવવા પહોંચી હતી.પરંતુ સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો હતો રોષે ભરાયેલા લોકો અને પાલિકાની ટીમ આમને સામને આવી જતા તાત્કાલિક પોલીસ બોલાવાઈ હતી.જોકે ઘટનાસ્થળે પોલીસ પહોંચતા રોષે ભરાયેલા લોકોએ પોલીસકર્મીઓ પર પણ કેરોસીન છાંટવાનો પ્રયાસ કર્યો હતો.

  ઉપરાંત પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે અરાજકતા ફેલાવનાર દસથી વધુ લોકોની અટકાયત કરી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. જે બાદ પાલિકાએ એકવાર ફરી વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી અહીંના લોકોનો આરોપ છે કે પાલિકાએ નોટિસો મોકલ્યા વગર દબાણ હટાવ્યા છે.

જોકે પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જમીનની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. વિસ્તારના ગરીબ પરિવારોને અહીં ઘર મળશે.. જોકે અહીંના દબાણદારો કોઈપણ કિંમતે જમીન છોડવા તૈયાર નથી

(1:25 am IST)