Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અમરનાથ આતંકી હુમલામાં લોકોના જીવ બચાવનારા ડ્રાયવર સલીમ શેખનું સન્માન કરાયું

ઉદેપુરના રાજાએ વાર્ષિક સન્માન સમારોહમાં સલીમ શેખને સન્માન પત્ર અને ટ્રોફી સાથે ૧ લાખનો ચેક આપી સન્માન કર્યું

 

વલસાડ :ગયા વર્ષે અમરનાથ યાત્રા વેળાએ આતંકી હુમલામાં લોકોના જીવ બચાવનાર બસના દ્રાયાવર સલીમ શેખનું સન્માન કરાયું હતું ઉદેપુરના રાજાએ પોતાના વાર્ષિક સન્માન સમારોહમાં સલીમ શેખને આમંત્રણ પાઠવ્યું હતું. જ્યાં સલીમને સન્માન પત્ર અને ટ્રોફી સાથે લાખનો ચેક આપી તેનું સન્માન કર્યું હતું. જોકે સલીમે પણ સન્માનમાં આવેલા પૈસામાંથી અજમેર શરીફ અને અમરનાથ શ્રાઈન બોર્ડ બંન્ને જગ્યાઓ પર ૧૧,૦૦૦નું દાન કરી પોતાની ખેલદિલી પુરવાર કરી છે. સલીમ ઈચ્છે છે કે વધુમાં વધુ લોકો વર્ષે પણ બાબા બર્ફાનીના દર્શન માટે જાય જે આતંકવાદીઓ માટે તમાચા રૂપ બની રહેશે

 

  અત્રે ઉલ્લેખનીય છે કે ગયા ર્ષે દેશને હચમચાવી દેનાર અમરનાથના અનંતનાગ રોડ પર યાત્રિકો ભરેલી બસ પર થયેલા આતંકી હુમલામાં વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે પોતાની સમય સુચકતાનું ઉત્કુષ્ટ ઉદાહરણ પુરુપાડી દેશ અને દુનિયામાં વલસાડ શહેરને ગર્વ અપાવ્યું હતું. વલસાડ શહેરના પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રાજ એપાર્ટમેન્ટમાં એક રૂમ, બેડરૂમ અને રસોડાના ફ્લેટમાં રહેતા સલીમ શેખ ડ્રાઇવિંગ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે વલસાડથી ઉપડેલી ઓમ ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર તરીકે સલીમને બર્ફાની બાબાના દર્શન માટે જવાનો મોકો મળ્યો હતો. બાબાના દર્શન કરી પરત ફરતી વેળા શ્રીનગરથી થોડા આગળ જતા બસમાં પંચર પડવાને કારણે બસને અટકાવવી પડી હતી. તેથી બસ પોલીસ સુરક્ષાથી વિખુટી પડી ગઈ હતી. પંચર કર્યા બાદ બસને શ્રીનગરથી અનંતનાગ જતા રસ્તામાં આશરે રાત્રે 8.20 કલાકે અચાનક આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો

હુમલા સમયે બસમાં આશરે ૬૦ જેટલા યાત્રિકો સવાર હતા. અચાનક થયેલા હુમલાથી તમામ લોકો ડરી ગયા હતા. સમયે સલીમ શેખે આતંકવાદીઓના હુમલાથી ગભરાઈ જવાને બદલે પોતાની સમય સુચકતા વાપરી બસમાં સુઈ ગયો હતો. સુતા સુતા બસ આશરે 3થી 4 કિમી સુધી હંકારી દીધી હતી અને તેણે સૈન્ય કેમ્પ સુધી બસને અટકાવી હતી. જોકે આતંકવાદી હુમલામાં 7 લોકોના મોત નીપજ્યા હતા. પરંતુ સલીમની સમય સૂચકતાને કારણે બાકીના 52 જેટલા યાત્રીઓના જીવ બચી ગયા હતા

(12:54 am IST)