Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

તાપીના સોનગઢમાં ચાર દાતાઓએ ડીપ ફ્રિઝર શબપેટીનું દાન કર્યું

તાપી : જિલ્લાના સોનગઢ ખાતે સૌ પ્રથમવાર નગર પાલિકાને શબપેટી ડોનેટ થઈ છે. સોનગઢના 4 જેટલા દાતાઓએ ડીપ ફ્રીઝર શબપેટી દાનમાં આપી છે જેનું નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરના લોકો સમક્ષ શબપેટીનું લોકાર્પણ  કરાયું હતું  આ શબપેટી લોકો માટે મહત્વની અને આશીર્વાદ સમાન સાબિત થઈ પડશે.

તાપી જીલ્લામાં પ્રજાની જરૂરિયાત મુજબ ઘણા સમયથી મૃતદેહને જાળવી રાખવા માટે શબપેટીની જરૂરિયાત હતી આ વિસ્તારમાં મૃતદેહને બે-ત્રણ દિવસ સુધી જાળવી રાખવાની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સુરતથી શબપેટી મંગાવવી પડતી હતી. આ સંજોગોમાં સોનગઢના ચાર જેટલા દાતાઓ બેગરાજભાઈ અગ્રવાલ, ઈશ્વરભાઈ પાટીલ, કૃણાલભાઈ જ્ઞાનચંદાની તથા રાહુલભાઈ ચૌધરીએ શબપેટી સોનગઢ નગરમાં લાવવાનો વિચાર કરી એક સામાજિક ધોરણ મુજબ એક ઉમદા કાર્ય કર્યું છે.

આ શબપેટી સોનગઢ નગરપાલિકાને વહીવટ કરવા દાતાઓ દ્વારા આજ રોજ સોંપવામાં આવતા આજે નગરપાલિકા અગ્નિશામક કેન્દ્રમાં મુકવામાં આવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

(12:47 am IST)