Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મહેસાણાના ઉદલપુર નજીક હિટ એન્ડ રન :કારે એક્ટીવાને અડફેટે લેતા યુવકનું મોત :યુવતી ગંભીર

યુવકની એક દિ' પહેલા જ સગાઇ થઇ હતી: કાર ચાલક ટક્કર મારીને ઘટનાસ્થળેથી ફરાર

મહેસાણાઃ ઉદલપુર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે એક્ટિવા પર સવાર યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી  ઘટનામાં મોતને ભેટેલા યુવક સચિન પટેલની એક દિવસ પહેલા સગાઈ થઈ હતી. બંન્ને એકસાથે બહાર નીકળ્યા હતા. જેમાં દુર્ઘટના સર્જાઈ હતી. કાર ચાલક ટક્કર મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતક યુવકની ઉંમર 20 વર્ષની હતી તે દેવસારણ ગામનો રહેવાસી હતો

  મહેસાણાના ઉદલપુર નજીક એક્ટિવાને એક પૂર ઝડપે આવી રહેલી કારે અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે, ઘટના સ્થળે એક્ટિવા ચાલક યુવકનું મૃત્યુ થયું હતું. એક્ટિવામાં પાછળ બેઠેલી યુવતીને માથાના ભાગે ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

(12:48 am IST)