Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અમદાવાદના આંગડિયા પેઢીના કર્મીની લૂંટ અને હત્યા કેસમાં ચાર આરોપીઓની ની ધરપકડ

શાર્પ શૂટરની ભૂમિકા ભજવનારો શખ્સ ઉત્તરપ્રદેશનો:અન્ય ત્રણ ગુજરાતના જ શખ્સો

 

અમદાવાદના આંગડિયા કર્મીની લૂંટ અને હત્યાના ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે ચાર દિવસપહેલા વહેલી સવારના આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ અને હત્યા કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ક્રાઇમબ્રાંચે તપાસની ધૂરા સંભાળી હતી.

  ક્રાઇમબ્રાંચે કેસમાં 3 આરોપીને ઉતરપ્રદેશથી તો રાજસ્થાનના ડુંગરપુરથી 1 આરોપીને ઉપાડી લીધો હતો. લૂંટ વીથ મર્ડરની ઘટનામાં શાર્પ શૂટરની ભૂમિકા ભજવનારો શખ્સ ઉત્તરપ્રદેશનો હતો. જ્યારે અન્ય ત્રણ ગુજરાતના શખ્સો છે. પોલીસે ચારેય પાસેથી લૂંટાયેલા હિરા અને કેસ પણ રિકવર કરી લીધા છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(11:25 pm IST)