Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

હાર્દિક પટેલ દ્વારા નવી પાસ કમિટીની રચનાઃ ૮મીઅે ભાવનગર ખાતે રણનીતિ ઘડાશે

ભાવનગરઃ બોટાદમાં પાસની નવી સમિતીની જાહેરાત કરવામાં આવી છે. પાસ સંગઠનના પ્રભારી દિલીપ સાબવા સહિત અતુલ પટેલ, નિલેષ એરવાડિયા સહિત પાસના અન્ય કાર્યકરતાઓની હાજરીમાં આ સમિતીની જાહેરાત કરાઈ છે.  આ પાસ સમિતી આગામી 8મી એપ્રિલના રોજ ભાવનગર ખાતે પોતાની બેઠક યોજશે. જેમાં પાસની આગામી રાણનીતિ નક્કી કરવામાં આવશે.  મહત્વનું છે કે, આ નવી પાસ સમિતીમાં પાસ સંગઠન પ્રભારી દિલીપ સાબવા, અતુલ પટેલ અને નિલેશ એરવાડિયા હાજર રહ્યા હતા. હાર્દિક પટેલ, અલ્પેશ કથરીયા અને ગીતા પટેલ સમિતિના માર્ગદર્શક રહેશે. આગામી 8 એપ્રિલના રોજ ભાવનગર ખાતે બેઠક યોજાશે.

(11:22 pm IST)