Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રાજ્યમાં 70 ટકાથી વધુ મેડિકલ સ્ટોરમાં ફાર્મસીસ્ટ ગેરહાજર :કાઉન્સિલે 25 ફાર્મસીસ્ટને નોટિસ ફટકારી

ફાર્મસીસ્ટ લાયસન્સ ભાડે આપી રહ્યા હોવાના આક્ષેપ : ફાર્મસીસ્ટ ઇન્સ્પેક્ટરની નિમણૂકનો અભાવ

 

અમદાવાદ ;રાજ્યમાં 70 ટકાથી વધુ મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ ગેરહાજર હોવાનું જણાવાયું છે ફાર્મસી કાઉન્સિલને ગુજરાત જનતા જાગૃતિ મંચના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું છે. 70 ટકા કરતા વધુ મેડીલક સ્ટોરમાં ફાર્મસીસ્ટ ગેરહાજર હોવાની શક્યતાને જોતા કાર્યવાહી કરવામાં આવી છે. કાઉન્સિલે 35 જેટલા ફાર્મસીસ્ટને નોટીસ ફટકારી છે.

વધુમાં આગેવાનો દ્વારા ફાર્મસીસ્ટ લાયસન્સ ભાડે આપી રહ્યા હોવાના આક્ષેપ પણ થયા છે. ત્યારે ભાડે લાયસન્સ આપનારને ફક્ત 1000 રૂપિયાનો દંડ આપવામાં આવે છે. ઉપરાંત ફાર્મસીસ્ટ ઇન્સ્પેક્ટરની નિમણૂક બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ફાર્મસીસ્ટ કાઉન્સિલ અને ફાર્મસીસ્ટ કંપનીની મિલીભગત હોવાના પણ આક્ષેપ થયા છે. કારણકે આટલા મોટા વિવાદ બાદ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

ફાર્મસીસ્ટ કાઉન્સીલના રજીસ્ટ્રારે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં 35 જેટલા દવાના સ્ટોરના સંચાલકોને નોટિસ આપી છે.. ઉલ્લેખનીય છે કે થોડા દિવસપૂર્વે ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એપોલોના 20થી વધુ સ્ટોરમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીને પગલે ત્રણ દિવસ સુધી સ્ટોર બંધ રાખવની નોટીસ આપવામાં આવી હતી

(11:14 pm IST)