Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

લુણાવાડાના ખારોલમાં બેન્ક અધિકારીની ઉઘરાણીથી ત્રસ્ત ખેડૂતે ઝેર ગટગટાવ્યું

અધિકારીએ નાણાંના હોય તો ઝેર પી ને મરી જાવ તેવું જણાવતા ખેડૂતે ઝેરના પારખા કર્યા

લુણાવાડા :જિલ્લાના ખારોલમાં બેન્ક અધિકારીની ઉઘરાણીથી ત્રાસી જઈને એક ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે આ અંગેની વિગત મુજબ ખારોલ ગામે બેન્ક ઓફ બરોડાનાં અધિકારીના ત્રાસથી લોન ધારક ખેડૂત પાસે કડક ઉઘરાણી કરતા ખેડૂત પાસે નાણાં ના હોવાનું કારણ જણાવતા અધિકારીએ નાણાંના હોય તો ઝેર પી ને મરી જાવ તેવું જણાવતા ખેડૂતે ઝેરના પારખા કરી ઝેર ગટગટાવી જતા ખેડૂતને નજીકની ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો ત્યારબાદ સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

 વધુમાં મળતી વિગત મુજબ ખેડૂત શહેરા તાલુકાના જુના બીલીથા ગામના રહેવાસી છે તેઓએ અઢાર લાખની લોન લીધેલી હતી જે પેટે નવ લાખ રૃપિયા ભરપાઇ થઇ ગયેલા બતાવે છે. બેન્કના અધિકારી તેઓના ઘરે ઉઘરાણી કરવા ગયા તો તેઓએ કીધું હતું કે મને થોડો સમય આપો મારી ગાયો મરી ગઇ છે. એટલે મને તકલીફ છે. થોડો સમય મળશે તો હું ભરી દઇશ. ગાયો  મરી જવાથી આવક બંધ થઇ જતા તેઓ લોન ભરી નથી શક્યા.

(10:17 pm IST)