Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક પૂર્ણ :પીવાના પાણીના પ્રશ્નને પ્રાથમિકતા આપવા તાકીદ:1916 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

કલેક્ટરને પાણી પ્રશ્ન ઉકેલવા સૂચના ;સ્થાનિક ધોરણે નિર્ણંય માટેની સરળતા કરાઈ

 ગાંધીનગર ;આજે કેબિનેટ બેઠક મળેલ હતી જેમાં પીવાના પાણીના પ્રશ્નને અગ્રતા આપવા નિર્ણય કરાયો હતો બેઠકમાં પીવાના પાણીની હાલાકી ભોગવી રહેલા લોકો પર વિશેષ ધ્યાન આપવા માટે તાકિદ કરાઈ હતી અને પીવાના પાણીના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કલેકટરને સૂચના અપાઈ હતી આ સાથે પીવાના પાણીની અછત ધરાવતા વિસ્તારો કે જ્યાં પાઈપલાઈનથી પાણી આપવું શક્ય ન હોય ત્યાં ટેન્કર દોડાવવા માટે સ્થાનિક ધોરણે જ નિર્ણય લઈ શકાય તેવી સરળતા કરવામાં આવી છે.

   બીજીતરફ પીવાના પાણીનો જ્યાં ગંભીર પ્રશ્ન છે ત્યાં થતી પાણી ચોરીને અટકાવવા તંત્ર દ્વારા કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. પીવાના પાણીની ચોરી રોકવા તકેદારીની યોગ્ય પગલાં લેવામાં આવે તેમ સૂચિત કરવામાં આવ્યું છે.

   મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યમાં જળાશયોમાં પાણીની સ્થિતિ અને જથ્થાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યભરમાં પીવાના પાણીની અછત વિશે ચર્ચા કરવામાં આવી હતી. લોકોને પીવાની પાણીની સમસ્યામાં ત્વરિત સમાધાન થાય તે માટે સરકારે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. 1916 નંબર એ પીવાના પાણી માટે ટોલ ફ્રી નંબર છે. આ નંબર પર ફોન કરીને પાણીની સમસ્યા વિશે જાણકારી આપી શકાય છે.

ગુજરાતના ડેમોમાં પાણીનું જળસ્તર નીચું છે. નર્મદા નદીના પાણીના જળસ્તરમાં પણ ઘટાડો થવા અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

(10:11 pm IST)