Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

નેચર ફોર વોટરની થીમ સાથે ગાંધીનગરમાં ઉજવણી કરાઈ

રાજ્યભરમાં વિશ્વ જળ દિવસની ભવ્ય ઉજવણીઃ જલ સંરક્ષણ અભિયાન-ડ્યુઅલ ફલશ સિસ્ટમ રૂપાણી લોંચ કરશેઃ૧૫૦ મહિલા પાણી સમિતિને સન્માન અપાશે

અમદાવાદ,તા.૨૧: મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ ગુરૂવાર, તા. ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૧૯૯૩થી સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો વિષય રાખવામાં આવ્યો છે. ૨૧મી સદીમાં પાણીના પડકારોનો સામનો કરવા માટે કુદરત-આધારિત ઉકેલ લાવવાના ધ્યેય સાથે પાણીનો વધુ પડતો બગાડ અટકાવવો તેમજ હાલના જળ સંસાધનોનો ઉચિત ઉપયોગ કરવા વિષયે ગુરૂવારે વિશ્વ જળ દિવસની ઉજવણીમાં સામૂહિક ચિંતન-મનન થશે. મુખ્યમંત્રી આવતીકાલે સવારે ૯/૩૦ કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમમાં પ્રારંભ કરાવશે. પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ આ ઉજવણીમાં જોડાશે. વિજય રૂપાણી આ અવસરે જળસંરક્ષણ માટે જનઅભિયાન તેમજ પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે ડ્યૂઅલ ફલશ સિસ્ટમ લોન્ચીંગ કરાવવાના છે. મુખ્યમંત્રી રાજ્યમાં લોકભાગીદારી અને લોકવ્યવસ્થાપનથી ગ્રામીણ ક્ષેત્રે કાર્યરત પાણી સમિતિઓનું સુચારૂ સંચાલન અને સાધનોની મરામત નિભાવણી કરતી ૧૫૦ મહિલા પાણી સમિતિઓને પુરસ્કારથી સન્માનિત કરશે. વિશ્વ જળ  દિવસના આ રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન વાસ્મો, પાણી પુરવઠા, વન પર્યાવરણ અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

(9:38 pm IST)
  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પ્રવાસીઓ અને પવર્તારોહકો દ્વારા ફેંકવામાં આવેલો કરચો કિલોમાં નહીં પણ ટનમાં છે. અહીં અંદાજે 100 ટન કચરો એકત્ર થયેલો છે. જેને એકત્ર કરી એરલિફ્ટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનના પહેલા દિવસે 1200 કિલો કચરો લુકલા ઍરપૉર્ટથી કાઠમંડૂ 'ઍરલિફ્ટ' કરવામાં આવ્યો જે રિસાઇકલ માટે મોકલવામાં આવ્યો. access_time 2:12 am IST

  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST