Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગ્રાહકોને કયા પ્રકારના શુઝ જોઇએ છે તે સમજણ જરૂરી

ભારતનું સ્પોર્ટસ શુઝ માર્કેટ ૨૨ હજાર કરોડનું છેઃ ટેનીસ સ્ટાર ભુપતિની ઝેવેન કંપની દ્વારા સ્પોર્ટસ શુઝની આકર્ષક અને આશ્ચર્યજનક બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી

અમદાવાદ,તા. ૨૧: જાણીતા ટેનિસ સ્ટાર મહેશ ભુપતિથી અને હેમેચંદ્ર ઝવેરી જેના સ્થાપક છે તે અગ્રણી ઝેવેન કંપની દ્વારા આજે શહેરમાં સ્પોર્ટસ શુઝની આકર્ષ અને આશ્ચર્યજનક એકટીવ્ઝ બ્રાન્ડ સહિતની વિશાળ રેન્જ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઝેવેનના ચીફ ઓપરેટીંગ ઓફિસર અંશુલ વ્યાસે જણાવ્યું હતું કે, ભારતમાં સ્પોર્ટસ શુઝ માર્કેટ અંદાજે રૂ.૨૨ હજાર કરોડનું છે અને આ ક્ષેત્રમાં વિપુલ તકો અને સંશોધનને અવકાશ છે ત્યારે સામાન્ય, મધ્યમવર્ગ અને હાઇકલાસ વર્ગને ધ્યાનમાં રાખીને ઝેવેન દ્વારા વર્લ્ડકલાસ કવોલિટીવાળા શુઝની શ્રેણી લોન્ચ કરી છે. આજે કોઇપણ વ્યકિત શુઝની દુકાનમાં જઇને સ્પોર્ટસ શુઝ માંગે છે પરંતુ અમે ગ્રાહકોને એ સમજ આપી રહ્યા છે કે, તેને કયા પ્રકારના ખાસ શુઝ જોઇએ છે ? એટલે કે, ક્રિકેટ શુઝ, રન શુઝ, ટેનીસ શુઝ, એથ્લીટ શુઝ કે વુમન શુઝ એ ચોક્કસ શ્રેણીમાંથી કયા પ્રકારના શુઝ ગ્રાહક ખરીદવા ઇચ્છે છે. કારણ કે, દરેક શ્રેણીનું આગવુ મહત્વ હોય છે, જે ગ્રાહકની પસંદગીવાળી રમતની સાથે સાથે જીવનશૈલી પર પણ બહુ મોટો પ્રભાવ પાડી શકે છે અને તે જરૂરી પણ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતમાં શુઝનું માર્કેટ આટલું મોટુ હોવાછતાં હજુ વર્લ્ડકલાસ હાઇકવોલિટી ટેકનોલોજી અહીં ઉપલબ્ધ નહી હોવાથી ઝેવેન દ્વારા તેના શુઝની શ્રેણીઓનું ડિઝાઇનીંગ અહીં દેશમાં થાય છે પરંતુ ઉત્પાદન ચાઇનામાં થાય છે. ઝેવેનના શુઝ શ્રેણીઓની આગવી વિશેષતા એ છે કે, તેમાં ગ્રાહકના પગમાં મોજા વિના પહેરવાથી વળતા પરસેવાના નિકાલથી લઇ, તેને પગમાં થાક ના લાગે, તે ગમે તેવી સ્થિતિમાં સ્લીપ ના થઇ જાય, તેને શુઝનું એટલું વજન ના લાગે, પગમાં પહેરવાની અનુકૂળતા રહે સહિતની તમામ ઝીણી અને બારીક બાબતોનું ધ્યાન રાખીને શુઝ તૈયાર કરવામાં આવે છે. જેમાં સામાન્ય અને મધ્યમવર્ગને પણ ધ્યાનમાં રાખીને તેઓને પણ પોષાય તેવી કિંમતે સ્પોર્ટસ શુઝની શ્રેણીમાં વર્લ્ડકલાસ પૂરી પાડવા ઝેવેન કટિબધ્ધ છે. ઝેવેનના સીઓઓ અંશુલ વ્યાસે ઉમેર્યું કે, મહિલાઓ અને યુવતી માટે લાઇટવેટ શ્રેણીમાં માત્ર ૧૨૦ ગ્રામ વજનના શુઝ કે જે પગમાં પહેરો તો ખબરેય ના પડે અને તેમછતાં બહુ આકર્ષક અને સ્ટાઇલીશ લાગે તેવી સ્ટ્રેચેબલ શ્રેણી પણ ઝેવેને વિકસાવી છે. ઝેવેન ટોપ બ્રાન્ડ કંપનીઓની માફક જ વર્લ્ડકલાસ કવોલિટીના સ્પોર્ટસ શુઝ આપવા કટિબધ્ધ છે તેમછતાં તેની કિંમત તમામ વર્ગને પોષાય તે રીતે માત્ર રૂ.૨૨૦૦થી રૂ.૩૪૦૦ની વચ્ચે રાખવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં ઝેવેન દ્વારા ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તેના રિટેઇલ આઉટલેટ શરૂ કરાશે. અત્યારે ઝેવેન ૫૮ સ્ટાઇલમાં વિશાળ શ્રેણી ગ્રાહકોને આપી રહી છે પરંતુ આ વર્ષ સુધીમાં તે ૮૧ સ્ટાઇલને આવરી લેશે. ઉલ્લેખનીય છે કે, ઝેવેન એ આઇપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ઓલ ઇન્ડિયા ટેનીસ એસોસીએશનની ઓફિશીયલ કીટ પાર્ટનર છે, તો, ઇન્ડિયા સુપર લીગમાં તે ઓફિશીયલ ફેન મર્ચેન્ડાઇઝર છે. આ પ્રસંગે ગુજરાતના બિઝનેસ હેડ દિપક પટેલ પણ હાજર રહ્યા હતા. ઝેવેન હાલ નવ રાજયોમાં વિસ્તરણ કરી ચૂકી છે અને દેશમાં તેના ૪૫૦થી ડોરસ્ટેપ છે.

(9:27 pm IST)
  • ભારતરત્ન બિસ્મીલ્લાખાનની આજે ૧૦૨મી જન્મજયંતિ : ભારત રત્ન એવોર્ડ વિજેતા શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની આજરોજ ૧૦૨મી જન્મજયંતિ છે : આ નિમિતે ગુગલે ડુગલ ઉપર તુમનો ફોટો મૂકયો છે access_time 3:41 pm IST

  • લાલુ પ્રસાદની તબિયતમાં સુધારો નહિ દર્શાતા તેમને રિમ્સ હોસ્પિટલમાં લઇ ગયા access_time 4:24 pm IST

  • બોલીવુડમાં જેમના લગ્નની ચર્ચા સૌથી વધુ છે એવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક તસવીરે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. બંના વેડિંગ લૂકનો ફોટો વાઇરલ થયો છે. દીપિકા પાદુકોણના એક ફેન સિદ્ધાંતે સુંદર રીતે ફોટોશોપ કરીને આ તસવીરો તૈયાર કરી છે. આ તસવીરો સાથે અનેક હેશટેગ આપવામાં આવ્યા છે. એક્ટર્સ અથવા તેના પરિવાર તફથી ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું. access_time 1:50 am IST